12 જુલાઇથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે Test મેચની સીરિઝની પહેલી મેચ રમાશે. ટેસ્ટ મેચ શરૂ થવાના ચાર દિવસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પહેલી ટેસ્ટ માટે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમની કમાન ક્રેગ બ્રેથવેટને સોંપવામાં આવી છે.
ભારત સામેની પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બે અનકેપ્ડ ખેલાડીઓ કિર્ક મેકેન્ઝી અને એલિક અથાનાજને ટીમમાં સામેલ કર્યા છે. આ બંને ખેલાડીઓએ તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી વેસ્ટ ઇન્ડીઝ A ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું અને હવે તેમને ભારત સામેની પહેલી ટેસ્ટમાં ટીમમાં સામેલ કર્યા છે. પ્રથમ મેચમાં આ બંને ખેલાડીઓ ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.
West Indies have recalled Rahkeem Cornwall and Jomel Warrican into the squad for the first #WIvIND Test#MenInMaroon #WestIndies #Cricket #ESPNCaribbean pic.twitter.com/kvA3GftzaG
— ESPN Caribbean (@ESPN_Caribbean) July 8, 2023
વેસ્ટ ઈન્ડિઝ ટીમના બે સિનિયર ખેલાડીઓ જેસન હોલ્ડર અને અલ્ઝારી જોસેફને પણ ભારત સામેની પહેલી ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ટીમનો ભાગ હતા. પરંતુ ભારત સામે ટેસ્ટ મેચ પહેલા તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા અને હવે બંનેને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયા છે.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 13 સભ્યોની ટીમ પહેલી ટેસ્ટ માટે જાહેર કરી છે. ટીમમાં આ સિવાય બે ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અકીમ જોર્ડન અને ટેવિન ઇમ્લેક આ બંને ખેલાડીઓ ટીમમાં રિઝર્વ ખેલાડીઓ તરીકે રહેશે અને જો કોઈ ખેલાડીને મેચમાંથી બહાર થવાની પરિસ્થિત સર્જાશે તો આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે. જો કે આવું થવાની સંભાવના નહિવત છે.
Poster for India Vs West Indies 1st Test – Sab Jawaab Milenge. pic.twitter.com/9vfd5NH7f0
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2023
આ પણ વાંચો : ICC ટૂર્નામેન્ટમાં ‘દાદાગીરી’ સૌરવ ગાંગુલીના આ રેકોર્ડ્સ જે નથી તોડી શક્યા કોઈ ખેલાડી
ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્મેન બ્લેકવુડ (વાઈસ કેપ્ટન), એલિક અથાનાજ, તેજનારાયણ ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ ડીસિલ્વા, શેનન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમાર રોચ, જોમેલ વારિકન.