WCL 2026: સિક્સર કિંગ્સની રેસમાં ડી વિલિયર્સ નંબર 1, ઉથપ્પાની ટોપ-5માં એન્ટ્રી; જાણો સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ-8 બેટ્સમેન!

વર્લ્ડ લિજેન્ડ્સ લીગ 2026માં 11 મેચો બાદ સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોમાં એબી ડી વિલિયર્સ 16 છગ્ગા સાથે મોખરે છે. જ્યારે સાઉથ આફ્રિકા સામે તોફાની ઇનિંગ રમી રોબિન ઉથપ્પાએ ટોપ-5માં સ્થાન બનાવી લીધું છે.

WCL 2026: સિક્સર કિંગ્સની રેસમાં ડી વિલિયર્સ નંબર 1, ઉથપ્પાની ટોપ-5માં એન્ટ્રી; જાણો સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ-8 બેટ્સમેન!
Image Credit source: ANI
| Updated on: Oct 11, 2026 | 7:26 PM

વર્લ્ડ લિજેન્ડ્સ લીગ 2026માં 11 મેચો પૂર્ણ થયા બાદ સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં એબી ડી વિલિયર્સ પ્રથમ સ્થાને યથાવત છે, જેઓ ભારત સામે શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. એબીએ અત્યાર સુધી રમેલી 3 મેચોમાં કુલ 16 સિક્સર ફટકારી છે.

વર્લ્ડ લિજેન્ડ્સ લીગ 2026ની 11મી મેચ ઇન્ડિયા ચેમ્પિયન્સ અને સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતનો 4 વિકેટથી શાનદાર વિજય થયો હતો. આ મુકાબલામાં રોબિન ઉથપ્પાએ 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 77 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ 6 સિક્સરના દમ પર ઉથપ્પા હવે લીગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ-5માં પહોંચી ગયા છે. બીજી તરફ એબી ડી વિલિયર્સ હજુ પણ ટોચના સ્થાને બિરાજમાન છે.

WCL 2026માં 11 મેચો બાદ સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોમાં એબી ડી વિલિયર્સ 3 મેચમાં 16 સિક્સર સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બીજા ક્રમે રિચાર્ડ લેવી છે જેમણે 3 મેચમાં 15 સિક્સર ફટકારી છે. રોબિન ઉથપ્પાએ 2 મેચમાં કુલ 9 સિક્સર લગાવી છે અને તેઓ ક્રિસ ગેલ સાથે સંયુક્ત રીતે 5મા સ્થાને છે, ગેલે 3 મેચમાં 9 સિક્સર ફટકારી છે.

આ યાદીમાં ઇન્ડિયા ચેમ્પિયન્સના કેપ્ટન યુવરાજ સિંહ અને ડેવિડ વોર્નર સંયુક્ત રીતે 8મા ક્રમે છે. આ બંને ખેલાડીઓએ 2-2 મેચમાં 6-6 છગ્ગા ફટકાર્યા છે. યાદીમાં ત્રીજા સ્થાને રવિ બોપારા અને ડી આર્સી શોર્ટ છે, જેમણે 3-3 મેચમાં 12-12 સિક્સર લગાવી છે. જ્યારે ચેડવિક વોલ્ટન અને મહમૂદુલ્લાહ સંયુક્ત રીતે ચોથા ક્રમે છે, જેમના નામે 3-3 મેચમાં 11-11 સિક્સર નોંધાયેલી છે.

WCL 2026: 11 મેચો બાદ સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોપ-8 બેટ્સમેન

  • એબી ડી વિલિયર્સ – 16 સિક્સર (3 મેચ)
  • રિચાર્ડ લેવી – 15 સિક્સર (3 મેચ)
  • રવિ બોપારા અને ડી આર્સી શોર્ટ – 12-12 સિક્સર (3 મેચ)
  • ચેડવિક વોલ્ટન અને મહમૂદુલ્લાહ – 11-11 સિક્સર (3 મેચ)
  • રોબિન ઉથપ્પા (2 મેચ) અને ક્રિસ ગેલ (3 મેચ) – 9-9 સિક્સર
  • યુવરાજ સિંહ અને ડેવિડ વોર્નર – 6-6 સિક્સર (2 મેચ)

આ લિસ્ટ પણ જોવો

બેટ્સમેન મેચ ઇનિંગ્સ રન છગ્ગા
એબી ડી વિલિયર્સ 3 3 181 16
રિચાર્ડ લેવી 3 3 173 15
રવિ બોપારા 3 3 160 12
ડી’આર્સી શોર્ટ 3 3 131 12
ચેડવિક વોલ્ટન 3 3 137 11
મહમુદુલ્લાહ 3 3 118 11
ક્રિસ ગેલ 3 3 120 9
રોબિન ઉથપ્પા 2 2 108 9
રોની તાલુકદાર 3 3 149 8
જીન-પોલ ડુમિની 2 2 93 8
ફઝલ મહમૂદ 3 3 89 8
જો બર્ન્સ 3 3 92 7
ફિલ મસ્ટર્ડ 3 3 82 7
ડેવિડ વોર્નર 2 2 114 6
યુવરાજ સિંહ 2 2 71 6

 

Navratri Special Dhokla Recipe: નવરાત્રિમાં ખીચડી-વડાથી કંટાળ્યા છો? સાબુદાણા અને સામો પલાળી માત્ર 30 મિનિટમાં બનાવો રૂ જેવો સોફ્ટ ફરાળી ઢોકળા!

Follow Us
Loading...
Unable to load recommendations.