Ind Vs Pak: હવે ભારત-પાકિસ્તાન ટેસ્ટ મેચ રમાડવાની માંગ થવા લાગી, બે દિગ્ગજોએ ICC ને આપ્યો સંદેશ ક્યાં કેવી રીતે રમાડી શકાય

|

Nov 04, 2021 | 10:04 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ઘણા સમયથી ટેસ્ટ મેચ રમાઈ નથી. આ બંને ટીમો છેલ્લે 2007માં ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ ત્યારથી બંને ટીમો રમતના સૌથી લાંબા ફોર્મેટમાં આમને સામને થઈ નથી.

Ind Vs Pak: હવે ભારત-પાકિસ્તાન ટેસ્ટ મેચ રમાડવાની માંગ થવા લાગી, બે દિગ્ગજોએ ICC ને આપ્યો સંદેશ ક્યાં કેવી રીતે રમાડી શકાય
Virat Kohli-Babar Azam

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ક્રિકેટ ટીમો (Ind vs Pak) વચ્ચેની હરીફાઈની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ક્રિકેટ જગતમાં જ્યારે પણ આ બંને ટીમો વચ્ચે મેચ થાય છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર એક જ મેચ પર હોય છે. હાલમાં જ ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) માં આ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમો બંને ફોર્મેટના વર્લ્ડ કપમાં 12 વખત સામસામે આવી ચુકી છે. પરંતુ પાકિસ્તાનની ટીમ એક પણ વખત જીતી શકી નથી.

જો કે આ વખતે પાકિસ્તાને ટેબલ ફેરવી દીધું અને વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ હાર આપી. ODI અને T20માં, આ બંને ટીમો ICC ઈવેન્ટ્સમાં મેચો રમે છે. પરંતુ ટેસ્ટમાં આ બંને લાંબા સમયથી એકબીજાનો સામનો કરી શક્યા નથી.

બંને ટીમો વચ્ચેની રાજકીય પરિસ્થિતિને કારણે બંને દેશો દ્વિપક્ષીય શ્રેણી રમી શકતા નથી. તેથી, 2007 થી ટેસ્ટમાં આ બંને ટીમો વચ્ચે કોઈ મેચ રમાઈ નથી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક દેશને બીજા દેશ સામે રમવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનિસે (Waqar Younis) કહ્યું છે, કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિના આ ચેમ્પિયનશિપનો કોઈ અર્થ નથી. વકારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, આઈસીસીએ હસ્તક્ષેપ કરીને કંઈક કરવું જોઈએ કારણ કે, મારા માટે ભારત અને પાકિસ્તાનની મેચ વિના ટેસ્ટ ચેમ્પિયનશિપનો કોઈ અર્થ નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓસ્ટ્રેલિયામાં યોજાઈ શકે મેચ

એડિલેડમાં 2015ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યું હતું કે આ મેચની ટિકિટ માત્ર 12 મિનિટમાં વેચાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં આ દેશ ભારત-પાક મેચ માટે યોગ્ય સ્થળ બની શકે છે .ઓસ્ટ્રેલિયા તે દેશોમાંથી એક છે જ્યાં લોકો ક્રિકેટને પસંદ કરે છે.

પાકિસ્તાનમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા (Usman Khwaja) એ આના પર કહ્યું, જ્યારે તમે ઓસ્ટ્રેલિયામાં હોવ ત્યારે કોણ રમી રહ્યું છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે ઉપખંડના લોકોને તમારી તરફ ખેંચો છો. જ્યારે હું આ જોઉં છું, ત્યારે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં અમે તેને સારી રીતે કરી શકીશું. આપણે ક્યાંથી છીએ તેનો વિચાર પણ કરતા નથી. અમારા માટે તે કોઈ વાંધો નથી.

તેણે આગળ કહ્યું, હું ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ થતી જોવા માંગુ છું. હું પાકિસ્તાની સ્પિનરોને ભારતીય સ્પિનરો સામે રમતા જોવા માંગુ છું, પાકિસ્તાની બેટ્સમેનોને ભારતીય બેટ્સમેનો સામે રમતા જોવું છે કારણ કે આ જ ખરી ટેસ્ટ છે. હું વિશ્વ ક્રિકેટનો આભારી રહીશ, જો આપણે બધા સાથે મળીને આ કરવામાં સફળ થઈશું તો તે અદ્ભુત હશે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: ભારત સામે મળેલી હારની કસર ન્યૂઝીલેન્ડ સામે નિકાળશે અફઘાન ટીમ, રાશિદ ખાને કહ્યુ ક્વાર્ટર ફાઇનલ હશે એ મેચ 

 

આ પણ વાંચોઃ  T20 World Cup 2021: ઋષભ પંત એક હાથે છગ્ગા લગાવે છે એ વાત આ દિગ્ગજ ગળે ઉતરતી નથી, કહ્યુ બંધ કરો આમ કહેવાનુ

Next Article