ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો દિકરો એક મોટી ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવતો જોવા મળશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે મેચ રમનાર ખેલાડીઓના દિકરાએ ક્રિકેટના મેદાન પર ચોગ્ગા -છગ્ગાનો વરસાદ કર્યો હતો. હવે વધુ એક દિગ્ગજનો દિકરો મેદાનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ દિગ્ગજ બીજું કોઈ નહિ ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ છે. વીરેન્દ્ર સહેવાગના દિકરાને દિલ્હીની અંડર 19 ટીમમાં સ્થાન મળ્યું છે.
વીરેન્દ્ર સહેવાગનો દિકરો આર્યવીર સહેવાગનું સપનું પોતાની ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમવાનું છે. આર્યવીર સહેવાગની પસંદગી દિલ્હીની અંડર-19 ટીમમાં થઈ છે. હવે આર્યવીર સહેવાગ 2024-25ની ડોમેસ્ટ્રીક સીઝન માટે વીનુ માંકડ ટ્રોફી વનડે ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે. વીનુ માંકડ ટૂર્નામેન્ટ 4 ઓક્ટોબરથી પોંડિચેરીમાં રમાશે. જેના માટે દિલ્હી અંડર-19નો કેપ્ટન પ્રણવ પંતને બનાવ્યો છે. જ્યારે સાર્થક રે ટીમનો વાઈસ કેપ્ટન હશે.
Aryavir Sehwag, son of Virender Sehwag, has been selected for the Delhi U19 team for Vinoo Mankad Trophy.
Delhi U19 squad for Vinoo Mankad Trophy: pic.twitter.com/14nLYxpDYm
— Varun Giri (@Varungiri0) September 28, 2024
વીરેન્દ્ર સહેવાગનો દિકરો આર્યવીર સહવાગ આ પહેલા દિલ્હીની અંડર-16 ટીમ માટે મેચ રમી રહ્યો છે. ત્યારથી તેનું પ્રદર્શન સૌ કોઈનું દિલ જીતી લીધું છે. હવે તેને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
વીરેન્દ્ર સહેવાગે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેમણે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારનાર તે એકમાત્ર બેટ્સમેન છે. તે ભારત માટે ટી20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડકપ 2011 જીતનાર ટીમનો ભાગ રહ્યો છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 104 ટેસ્ટ મેચમાં 8586 રન અને 251 વનડે મેચમાં 8273 રન બનાવ્યા છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં તેના નામે 394 રન છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે 38 સદી પણ છે.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવા કેટલાક દિગ્ગજો રહી ચૂક્યા છે. જેમના દિકરા ઈન્ટરનેશનલ લેવલ પર રમી રહ્યા છે. કેટલાક ક્રિકેટરના દિકરા હજુ યુવાવસ્થામાં છે અને જૂનિયર લેવલ પર આગળ વધી રહ્યા છે.