
વીરેન્દ્ર સેહવાગસેહવાગનો મોટો દીકરો આર્યવીર સહવાગે દિલ્હી પ્રીમિયર લીગ 2025માં પોતાનું ડેબ્યુએ બધાનું ધ્યાન ખેચ્યું છે.લાંબા સમય બાદ સહવાગ સરનેમ ફરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચર્ચામાં આવી હતી પરંતુ આ વખતે વીરેન્દ્ર સેહવાગ નહી પરંતુ તેનો દીકરો આર્યવીર હતો. જેમણે પોતાની પહેલી જ ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ખાસ વાત એ છે કે, આર્યવીરે પોતાના પિતાના અંદાજમાં વિસ્ફોટક બેટિંગ કરી અને ઈન્ટરનેશનલ બોલરો વિરુદ્ધ રન બનાવ્યા હતા.
દિલ્હી પ્રીમિય લીગ 2025ની 39મી મેચ ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની ટીમ વચ્ચે રમાઈ હતી.આર્યવીરને આ મેચમાં ઢુલના સ્થાને રમવાની તક મળી છે. જે દીલીપ ટ્રોફીનો ભાગ બનવા માટે કેપ છોડી ચાલ્યો ગયો હતો. સેન્ટ્રલ દિલ્હી કિંગસ તરફથી તેમણે આ મેચમાં ઓપનિંગ કરી અને 16 બોલ પર 22 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 4 ચોગ્ગા પણ સામેલ છે. તેમણે પોતાના ચોથા બોલ પર થર્ડ મેન પર એક રન લઈ રમતની શરુઆત કરી હતી.ત્યારબાદ અનુભવી બેટ્સમેન નવદીપ સૈની વિરુદ્ધ વિસ્ફોટક બેટિંગ કરી હતી.
આર્યવીર સેહવાગે સૈનીના પહેલા બોલ પર ડીપ એકસ્ટ્રા કવર ઉપર ચોગ્ગો ફટકાર્યો હતો. 17 વર્ષનો આર્યવીર આ પહેલા વીનુ માંકડ ટ્રોફીમાં ડેબ્યુ કરી 49 રન બનાવ્યા હતા. ત્યારે કોચ બિહાર ટ્રોફીમાં મેધાલય વિરુદ્ધ 229 બોલ પર અણનમ 200 રન અને ત્યારબાદ 309 બોલ પર 297 રન બનાવી ચર્ચામાં છે. આ પ્રદર્શનોએ તેમને ડીપીએલ ઓક્શનમાં એક ઉભરતા સ્ટાર તરીકે સ્થાપિત કર્યો હતો.
17 વર્ષીય આર્યવીર સેહવાગને આ સિઝનમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે 8 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ તેની પાવર-હિટિંગ બેટિંગ વિશે પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ તેમની તોફાની બેટિંગ માટે જાણીતા હતા. ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર વીરેન્દ્ર સેહવાગ હાલમાં કોમેન્ટ્રી કરતા જોવા મળે છે, જ્યારે તેમનો પુત્ર આર્યવીર સેહવાગ હાલમાં દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025 માં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સનો ભાગ છે.
Published On - 2:01 pm, Thu, 28 August 25