
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL દરમિયાન વધતી જતી સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ કલ્ચર અંગે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આર.સી.બી. પોડકાસ્ટમાં મયંતી લેંગર સાથેની વાતચીત દરમિયાન Virat Kohliએ કહ્યું કે પ્રેક્ટિસ સેશન દરમિયાન સતત કેમેરા ખેલાડીઓનો પીછો કરતા હોવાથી તેઓ અસ્વસ્થ અનુભવે છે.
વિરાટે ખાસ કરીને બીસીસીઆઈના રોબો-ડોગ ‘ચંપક’ સાથે જોડાયેલો એક અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ખેલાડીઓની દરેક ક્ષણને સોશિયલ મીડિયા કન્ટેન્ટમાં ફેરવવાની દોડ હવે વધારે થઈ ગઈ છે, જેના કારણે ખેલાડીઓની પ્રાઇવસી પર અસર પડે છે.
વિરાટે કહ્યું, “હું મારા મિત્ર કેન વિલિયમસન સાથે એક ગંભીર મુદ્દા પર વાત કરી રહ્યો હતો. તે દરમિયાન રોબોટ ડોગ ચંપક અમારી પાસે આવ્યો અને મારી તરફ હાથ હલાવવા લાગ્યો. ત્યારબાદ મેં તેને ઓપરેટ કરનાર વ્યક્તિને કહ્યું કે કૃપા કરીને તેને અહીંથી દૂર લઈ જાઓ અને અમને શાંતિથી વાત કરવા દો. આજકાલ સામાન્ય વાતચીત પણ સોશિયલ મીડિયા માટે એક ‘મોમેન્ટ’ બની જાય છે.”
Thank god Virat Kohli called out that useless Champak robot. Absolute unnecessary drama.
That thing might be the most pointless piece of tech in the entire IPL, zero actual use, just pure nonsense. pic.twitter.com/80LxJED7Z7
— Vipin Tiwari (@Vipintiwari952) May 16, 2026
તેમણે વધુમાં જણાવ્યું કે ખેલાડીઓનું મૂલ્યાંકન તેમની મેચ પ્રદર્શનના આધારે થવું જોઈએ, નેટ પ્રેક્ટિસ દરમિયાન શું કરે છે તેના આધારે નહીં. વિરાટે કહ્યું, “જ્યારે અમે પ્રેક્ટિસ માટે જઈએ છીએ ત્યારે અનેક કેમેરા સતત અમારો પીછો કરે છે. ખેલાડીઓને તેમની રમત પર શાંતિથી કામ કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. જો દરેક વસ્તુને ફિલ્માવવામાં આવશે, તો ખેલાડીઓ સ્વાભાવિક રીતે વર્તી શકશે નહીં.”
વિરાટે એ પણ સ્વીકાર્યું કે હવે તે પહેલાંની સરખામણીએ ઓછું ક્રિકેટ રમી રહ્યો છે અને જીવનના અન્ય ક્ષેત્રો પર વધુ ધ્યાન આપી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ક્રિકેટ પછીના જીવન માટે તે પહેલાથી જ તૈયારી કરી રહ્યો છે અને હવે પોતાની બિઝનેસ સાઇડ પર વધુ ફોકસ કરી રહ્યો છે.
11 મેચ, 8 ટીમ, 4 સ્થાન… કોણ થશે ક્વોલિફાય? જાણો IPL 2026 પ્લેઓફ સમીકરણ