દક્ષિણ આફ્રિકામાં ભારતના ખરાબ પ્રદર્શન વચ્ચે Ravi Shastriનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

Jan 24, 2022 | 8:38 AM

વિરાટ કોહલી (Virat Kohli) હવે કોઈપણ ફોર્મેટમાં ભારતનો કેપ્ટન નથી. BCCIએ રોહિત શર્માને સફેદ બોલનો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ ટેસ્ટ કેપ્ટનને લઈને શંકા યથાવત્ છે.

દક્ષિણ આફ્રિકામાં ભારતના ખરાબ પ્રદર્શન વચ્ચે Ravi Shastriનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Virat Kohli And Ravi Shastri (File Image)

Follow us on

સાઉથ આફ્રિકા (South Africa)માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન બાદ કેપ્ટન્સી ફરી એક મોટો મુદ્દો બનવા જઈ રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) આ ભૂમિકામાંથી બહાર નીકળી ગયો છે. તે હવે કોઈપણ ફોર્મેટમાં ભારતનો કેપ્ટન નથી. BCCIએ રોહિત શર્માને સફેદ બોલનો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ ટેસ્ટ કેપ્ટનને લઈને શંકા યથાવત્ છે. ભારત ટેસ્ટ સિરીઝ 2-1થી હારી જતાં જ વિરાટ કોહલીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે આવી સ્થિતિમાં પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. શાસ્ત્રીન (Ravi Shastri)ના મતે વિરાટ કોહલી હજુ પણ આગામી બે વર્ષ સુધી ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બની શકે છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તેણે કહ્યું, “મને લાગે છે કે તે આગામી બે વર્ષ સુધી સરળતાથી ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શક્યો હોત. પરંતુ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આપણે તેમના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. રવિ શાસ્ત્રી(Ravi Shastri)નો ટીમ ઈન્ડિયા સાથેના મુખ્ય કોચનો કરાર 2021 T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ ગયો. તેની જગ્યાએ હવે રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો મુખ્ય કોચ છે.

શાસ્ત્રીએ તેમના કાર્યકાળને સંતોષકારક ગણાવ્યો

જ્યારે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી કેપ્ટન અને કોચ હતા, ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી અને ઈંગ્લેન્ડમાં રમાયેલી શ્રેણીમાં પણ 2-1ની લીડ મેળવી હતી, જેની અંતિમ ટેસ્ટ આ વર્ષના મધ્યમાં રમાશે. શાસ્ત્રીએ ભારતીય ટીમ સાથેના તેમના 7 વર્ષના કાર્યકાળને સંતોષકારક ગણાવ્યો હતો. સાથે જ કહ્યું કે આ ટીમનું ભવિષ્ય ઉજ્જવળ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કોણ છે ટેસ્ટ કેપ્ટન જાણો રવિ શાસ્ત્રીનો જવાબ

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ હોવો જોઈએ? આ બાબતે તેમની પ્રથમ પસંદગી કોણ છે? આ અંગે શાસ્ત્રીએ કહ્યું, “સૌથી પહેલા તો આ ટીમનું ભવિષ્ય ઉજ્જવળ છે. છેલ્લા 7 વર્ષમાં મેં જે જોયું છે તેના પરથી દરેક નવો ખેલાડી જે અંદર આવ્યો છે તે શાનદાર રહ્યો છે. જ્યાં સુધી કેપ્ટનની વાત છે તો રોહિત શર્મા બે ફોર્મેટમાં ટીમનો કેપ્ટન છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એ અલગ વાત છે કે તે ઈજાના કારણે જઈ શક્યો ન હતો. પરંતુ તેના વાઈસ-કેપ્ટન બનાવવાનો મતલબ એ છે કે તે તેને કેપ્ટન બનાવવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો

કેપટાઉન વનડેમાં પણ ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)ને હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો 4 રને વિજય થયો હતો. રોમાંચક મેચમાં એક સમયે ટીમ ઈન્ડિયા જીતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. દીપક ચાહરે (Deepak Chahar) 7માં નંબર પર ઉતરીને ઝડપી અડધી સદી ફટકારી હતી, પરંતુ તે આઉટ થતાં જ ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.

દીપક ચાહરે માત્ર 34 બોલમાં 54 રન ફટકાર્યા હતા, પરંતુ લુંગી એનગિડીએ તેની વિકેટ લઈને પોતાની ટીમને વાપસી અપાવી હતી. ચહરે જસપ્રિત બુમરાહ સાથે 8મી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. દીપક ચાહર ઉપરાંત વિરાટ કોહલી (Virat Kohli) અને શિખર ધવને પણ અડધી સદી ફટકારી હતી. ધવને 61 અને વિરાટ કોહલીએ 65 રન બનાવ્યા હતા. જો કે તેની સારી ઇનિંગ ટીમની હાર ટાળી શકી ન હતી.

 

આ પણ વાંચો: IND vs SA: ભારતીય ટીમ ની દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝમાં શરમજનક હારના 5 મોટા કારણો

આ પણ વાંચો: IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝમાં શિખર ધવને ‘ગબ્બર’ સ્વરુપ દર્શાવ્યુ, હવે ટીમ મેનેજમેન્ટ માટે નવી સમસ્યા

Next Article