Viral Video : વરસાદથી બચવા ફેન્સ દ્વારા કરવામાં આવ્યો અનોખો દેશી જુગાડ, ફાઈનલ મેચ દરમિયાન લેવો પડયો વિરાટ કોહલીનો સહારો

|

May 29, 2023 | 5:15 PM

IPL 2023 Final : વરસાદને કારણે સૌ નિરાશ થયા હતા અને વરસાદથી બચવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા હતા. તે સમયે કેટલાક ફેન્સ દ્વારા સ્ટેડિયમમાં લગાડેલા વિરાટ કોહલીના રેકોર્ડનું પોસ્ટર ઉતારી લેવામાં આવ્યું હતું. આ મોટા પોસ્ટરના સહારે ફેન્સ વરસાદથી બચીને સ્ટેડિયમની બહાર પહોંચ્યા હતા. 

Viral Video : વરસાદથી બચવા ફેન્સ દ્વારા કરવામાં આવ્યો અનોખો દેશી જુગાડ, ફાઈનલ મેચ દરમિયાન લેવો પડયો વિરાટ કોહલીનો સહારો
IPL 2023 Final

Follow us on

Ahmedabad : 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ આજે સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે. ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. 28 મેના રોજ ભારે ઉત્સાહ સાથે ક્રિકેટ ફેન્સ ફાઈનલ મેચ જોવા માટે આવ્યા હતા. પણ વરસાદને કારણે તેમના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.

28 મેના રોજ આઈપીએલ 2023ની ફાઈનલ મેચ સમયે સાંજે 7 કલાકથી અમદાવાદમાં ભારે પવન અને કરા સાથે વરસાદની શરુઆત થઈ હતી. સાંજે 9 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થતા ખેલાડીઓ પ્રેક્ટિસ માટે અને ગ્રાઉન્ડ સ્ટાફ મેચની તૈયારી માટે મેદાન પર આવ્યા હતા. દર્શકો પણ તે સમયે ઉત્સાહમાં હતા. પણ વરસાદ ફરી શરુ થતા સૌ નિરાશ થયા હતા. અને અંતે મેચ રદ્દ થઈ હતી.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

1 લાખથી વધારે દર્શકો ગઈકાલે આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. વરસાદને કારણે સૌ નિરાશ થયા હતા અને વરસાદથી બચવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા હતા. તે સમયે કેટલાક ફેન્સ દ્વારા સ્ટેડિયમમાં લગાડેલા વિરાટ કોહલીના રેકોર્ડનું પોસ્ટર ઉતારી લેવામાં આવ્યું હતું. આ મોટા પોસ્ટરના સહારે ફેન્સ વરસાદથી બચીને સ્ટેડિયમની બહાર પહોંચ્યા હતા.

આ પણ વાંચો : રિઝર્વ ડે પર IPL Finalની ટિકિટ અંગે આવી મોટી અપડેટ, આવી ટિકિટ હશે તો નહીં મળે સ્ટેડિયમમાં પ્રવેશ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

 

 

રિઝર્વ ડે પર વરસાદ પડશે તો શું થશે ?

હવે સવાલ એ થાય છે કે જો રિઝર્વ ડે દિવસે પણ વરસાદ પડે તો ? IPL ફાઈનલના નિયમો અનુસાર, રિઝર્વ ડે પર 3 કલાક 20 મિનિટના નિશ્ચિત સમય ઉપરાંત 120 મિનિટનો સમય પણ હશે. એટલે કે રિઝર્વ ડે પર પણ રાત્રે 12.06 સુધી રાહ જોવામાં આવશે, જેથી 5-5 ઓવર રમી શકાય. જો તે શક્ય ન હોય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે. જો તે પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:13 pm, Mon, 29 May 23

Next Article