રોહિત શર્મા (Rohit Sharma)એ 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમના આધારે પોતાનો નિર્ણય લીધો છે. તેના મતે 2011માં ભારતની વર્લ્ડ કપ ટીમમાં ઘણા એવા ખેલાડીઓ હતા જે બોલિંગ અને બેટિંગ બંને કરી શકતા હતા. અમને 2023ની ટીમમાં પણ આવા જ ખેલાડીઓની જરૂર છે. 2011માં વર્લ્ડ કપ (World Cup) જીતનાર ટીમ ઈન્ડિયા પાસે આવા ખેલાડીઓ હતા. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માને આ વાત કોણ સમજાવશે. તેઓ તેમની આજની ટીમને 12 વર્ષ પહેલાની ટીમના ધોરણો પ્રમાણે જીવતા જોવા માંગે છે અને આ જ કારણ છે કે એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમની પસંદગી દરમિયાન પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટને કહ્યું કે તે અને વિરાટ આ એશિયા કપ અને વર્લ્ડ કપમાં પણ બોલિંગ કરે તેવી આશા છે. રોહિતના નિવેદન પરથી લાગે છે કે તે અને વિરાટ બંને આગામી એશિયા કપ અને આગામી વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ અને સચિન તેંડુલકરની ભૂમિકા ભજવવાના મૂડમાં છે. પરંતુ, શું આ શક્ય છે? શું રોહિત અને વિરાટ બંને યુવરાજ જેવા ઓલરાઉન્ડર કે સચિન જેવા પાર્ટ ટાઈમ બોલર હોઈ શકે?
“Hopefully Sharma and Kohli can roll some arm over in the World Cup” #TeamIndia captain Rohit Sharma at his inimitable best! #AsiaCup2023 | @imRo45 pic.twitter.com/v1KKvOLcnq
— BCCI (@BCCI) August 21, 2023
આ પ્રશ્નો એટલા માટે છે કારણ કે યુવરાજ અને સચિન 2011 ODI વર્લ્ડ કપમાં બેટિંગની સાથે બોલિંગ કરતા પણ જોવા મળ્યા હતા. વર્લ્ડ કપ પહેલા રમાયેલી શ્રેણીમાં પણ બંને તે જ કરતા જોવા મળ્યા હતા. હવે રોહિતે જે કહ્યું તે મુજબ એશિયા કપ કે વર્લ્ડ કપમાં બેટિંગ સાથે તે બોલિંગ પણ કરતો જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ બાબર આઝમનું મોટું નિવેદન
હવે સવાલ એ છે કે રોહિત અને વિરાટ વનડે ક્રિકેટમાં છેલ્લે ક્યારે બોલિંગ કરી હતી? તો જણાવી દઈએ કે રોહિત શર્માએ 12 જાન્યુઆરી 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરી હતી. જ્યારે વિરાટ કોહલીએ પણ 15 જાન્યુઆરી 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરી હતી.