Chartered Flightથી ભારત પરત ફર્યો Virat Kohli, યુઝર્સે આ કારણે કર્યો ટ્રોલ

Virat Kohli Chartered Flight: વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ અને વનડે સિરીઝમાં જીત મેળવ્યા બાદ યુવા ભારતીય ટીમ ટી20 સિરીઝ રમવા ઉતરી છે. ટેસ્ટ અને વનડેનું મિશન પૂર્ણ થતા વિરાટ કોહલી ચાર્ટર્ડ ફલાઈટમાં વેસ્ટ ઈન્ડિઝથી ભારત પરત આવ્યો હતો.

Chartered Flightથી ભારત પરત ફર્યો Virat Kohli, યુઝર્સે આ કારણે કર્યો ટ્રોલ
Virat kohli returned india in charter flight
Image Credit source: Virat Kohli Insta
| Edited By: | Updated on: Aug 04, 2023 | 8:39 AM

West Indies : 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સેન્ચુરી ફટકારવાને કારણે વિરાટ કોહલી હાલમાં ભારે ચર્ચામાં હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટેસ્ટ સિરીઝ રમવા વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું હતુ. ટેસ્ટ સિરીઝમાં 500 આંતરરાષ્ટ્રીય મેચમાં સેન્ચુરી તો ફટકારી પણ તેને વનડે સિરીઝ રમવાની તક ના મળી. ભારતીય ટીમે યુવાઓને તક આપવા માટે દિગ્ગજોને આરામ આપ્યો હતો. વનડે સિરીઝ પૂરી થતા વિરાટ કોહલી (Virat Kohli) વતન પરત ફર્યો છે.

વિરાટ કોહલીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેયર કર્યા હતા. જેમાં તે ભારત પરત આવવા માટે ચાર્ટર્ડ પ્લેનમાં યાત્રા કરતો જોવા મળે છે. જેવા તેણે ચાર્ટર્ડ પ્લેન સાથે ફોટો શેયર કર્યો કે તે ચર્ચાનો વિષય બન્યો. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વિરાટ કોહલીને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Video: તિલક વર્માએ લાંબી દોડ લગાવી પકડ્યો શાનદાર કેચ, ડેબ્યૂ મેચમાં કરી રૈનાની બરાબરી

આ પણ વાંચો : MS ધોનીના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ધમાલ મચાવવા તૈયાર, આજે થશે રીલીઝ

વિરાટ કોહલીએ પોસ્ટ શેયર કરીને લખ્યું કે, ગ્લોબલ એર ચાર્ટર સર્વિસે એક વિશેષ ઉડાનની વ્યવ્સ્થા કરી. વિરોટ કોહલીએ ચાર્ટર્ડ પ્લેનની અંદર અને બહારના ફોટો પણ શેયર કર્યા છે. વિરાટ કોહલીની આ પોસ્ટથી કેટલા યુઝર્સ નાખુસ થયા છે. તેમણે ચાર્ટર્ડ પ્લેનને કારણે થતા કાર્બન ગૈસના ખતરનાક ઉત્સર્જન તરફ ઈશારો કર્યો છે.

આ પણ વાંચો : IND vs WI: યુઝવેન્દ્ર ચહલે આવતાની સાથે જ મચાવી દીધી તબાહી, જુઓ Video

સોશિયલ મીડિયા યુઝર્સે આપી આ પ્રતિક્રિયા

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો