
ભારતીય ક્રિકેટમાં સૌથી મોટો સવાલ એ છે કે, Virat Kohli પછી નંબર-3 ની જગ્યા કોણ લેશે? છેલ્લા 15 વર્ષથી આ પોઝિશન વિરાટની રહી છે અને તેણે આ નંબરને પોતાનો બનાવી લીધો છે. હવે ટીમ ઈન્ડિયાના ટ્રાન્ઝિશનને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને પૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે આ સવાલનો જવાબ આપ્યો છે.
જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે, તિલક એ નંબર-3 બેટ્સમેનમાં હોવો જોઈએ. તેમણે કહ્યું, “તિલકની વર્સેટિલિટી શાનદાર છે. તેણે નંબર-3 પર સદી ફટકારી છે અને હવે નંબર-5 અને 6 પર પણ પોતાને સાબિત કર્યો છે. વિરાટ અને રોહિત જ્યારે જશે, ત્યારે રોહિતની જગ્યાએ યશસ્વી જયસ્વાલ હશે. એવામાં મને લાગે છે કે, વિરાટની જગ્યા એક ડાબોડી બેટ્સમેન લેશે અને તે તિલક હોઈ શકે છે.”
જાફરે તિલક અંગે આ અભિપ્રાય પાછળ બે મોટા કારણો બતાવ્યા. પહેલું એ કે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કન્સિસ્ટન્સી સારી છે. તિલકની ફર્સ્ટ ક્લાસ એવરેજ 55 ની આસપાસ છે અને દુલીપ ટ્રોફીમાં પણ તેણે શાનદાર રન બનાવ્યા છે.
આનાથી સાબિત થાય છે કે, તે ત્રણેય ફોર્મેટમાં ફિટ થઈ શકે છે. બીજું કે, તે ડાબોડી બેટ્સમેન છે. ભવિષ્યમાં ભારતનો ટોપ ઓર્ડર જમણોડી બેટ્સમેનોથી ભરેલો હશે, એવામાં ડાબોડી વિકલ્પ ટીમમાં વેરાયટી લાવશે.
એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં તિલકે આ જ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભારત વિરુદ્ધ પાકિસ્તાન ફાઇનલમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ શરૂઆતી વિકેટો ગુમાવી દીધી હતી, ત્યારે તિલકે 22 બોલમાં અણનમ 51 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. 231 થી વધુના સ્ટ્રાઈક રેટથી રમાયેલી આ ઇનિંગ્સમાં તેણે પાકિસ્તાની બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી.
ભારતે 211 રન બનાવ્યા અને ગોલ્ડ મેડલ જીત્યો. આ મેચમાં અભિષેક શર્માએ પણ 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. જાફરે અભિષેકના પણ વખાણ કર્યા અને કહ્યું કે, હવે તે પહેલાં જેવી દરેક બોલ પર હિટ કરવાની માનસિકતામાંથી બહાર આવીને વધુ પરિપક્વ થઈ ગયો છે.
Published On - 8:30 pm, Sun, 4 October 26