Virat Kohliનાં ડાયટમાં ઇંડાને લઇ વકરેલા વિગન વિવાદને ઠારવવા આખરે સ્પષ્ટતા કરવી પડી

|

Jun 01, 2021 | 8:45 PM

સોશિયલ મીડિયા યુઝર્સે વિરાટ કોહલી (Virat Kohli) વિગન (Vegan) હોવા છતાં પણ ઇંડાનો ઉપયોગ કેમ કરી રહ્યો છે, તે વાતને લઇ ટ્રોલ થવા લાગ્યો હતો. વિગન વિવાદ વકરવાને લઇને આખરે કોહલીએ સ્પષ્ટતા કરવા મજબૂર થવુ પડ્યુ હતુ.

Virat Kohliનાં ડાયટમાં ઇંડાને લઇ વકરેલા વિગન વિવાદને ઠારવવા આખરે સ્પષ્ટતા કરવી પડી
Virat Kohli

Follow us on

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના ડાયટમાં ઇંડા ખાવા અંગે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે કોહલી વિગન (Vegan) હોવા છતાં પણ ઇંડાનો ઉપયોગ કેમ કરી રહ્યો છે, તે વાતને લઇ ટ્રોલ થવા લાગ્યો હતો. વિગન વિવાદ વકરવાને લઇને આખરે કોહલીએ સ્પષ્ટતા કરવા મજબૂર થવુ પડ્યુ હતુ.

વાતનો વિવાદ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાતની શરુઆત એમ થઇ હતી કે, કોહલીએ ‘આસ્ક મી એનીથીંગ’ દરમ્યાન ફેન્સને તેમના સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં તેણે એક સવાલના જવાબમાં, પોતાના ડાયટ પ્લાનને પણ શેર કર્યો હતો. જેમાં તેના ખૂબ શાકભાજી, કેટલાક ઇંડા, 2 કોફી, દાળ, ખૂબ પાલક અને ઢોંસાનો સમાવેશ હતો. ડાયટ પ્લાનમાં ઇંડાના ઉપયોગથી ફેન્સ પૂછવા લાગ્યા હતા કે, ઇંડા ખાઇને વિગન કેવી રીતે હોઇ શકે.

વિરાટ કોહલી એ ટ્વીટર પર લખ્યુ હતુ કે, મે ક્યારેય એ દાવો નથી કર્યો કે હું વિગન છુ. હમેંશા કહ્યુ છે કે, હું વેજિટેરિયન છું. ઉંડો શ્વાસ લો અને પોતાની શાકભાજી ખાઓ(જો ખાવા ઇચ્છતા હોવ તો). મીડિયા રિપોર્ટસ મુજબ વિરાટ કોહલીના હવાલા થી એક ઇન્ટરવ્યુમાં વિગન ડાયટ (Vegan Diet) ની વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, 2018માં પોતે નોનવેજ છોડી ચુક્યા છે અને વિગન ડાયટ લઇ રહ્યા છે.

ક્વોરન્ટાઇન હેઠળ છે કોહલી

વિગન ડાયટમાં માત્ર તેવા જ ખાદ્ય પદાર્થો સમાવેશ થતો હોય છે, જે પુર્ણ રુપે પ્રાકૃતીક હોય. તે પદાર્થ કોઇ જાનવર સાથે જોડાયેલ હોય ના હોવા જોઇએ. વિરાટ કોહલી હાલમાં ટીમ ઇન્ડીયા (Team India)ના ખેલાડીઓ સાથે મુંબઇની હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. આવતીકાલે ટીમ ઇંગ્લેંડ ભણી રમાના થનાર છે. જ્યાં ઇંગ્લેંડમાં ટીમ ઇન્ડીયા ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC final) રમનાર છે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

Next Article