Virat Anushka New Year : ન તો ભારતમાં કે ન તો લંડનમાં… વિરાટ અને અનુષ્કાએ અહીં તેમના પરિવાર સાથે ઉજવ્યું નવું વર્ષ, જુઓ Photos

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પરિવાર સાથે 2026નું નવું વર્ષ ઉજવ્યું. તેમણે ફાઇવ સ્ટાર પામ એટલાન્ટિસ હોટેલમાં લક્ઝરી પાર્ટી કરી, જ્યાં એક રાતનો ખર્ચ ₹50,000 છે.

Virat Anushka New Year : ન તો ભારતમાં કે ન તો લંડનમાં... વિરાટ અને અનુષ્કાએ અહીં તેમના પરિવાર સાથે ઉજવ્યું નવું વર્ષ, જુઓ Photos
| Updated on: Jan 01, 2026 | 5:52 PM

નવા વર્ષના ખાસ અવસર પર ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ વખતે વિરાટ અને અનુષ્કાએ નવું વર્ષ પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવ્યું હતું. આ ઉજવણી માટે તેમણે એક ખાસ અને લક્ઝરી સ્થળ પસંદ કર્યું, જ્યાં તેમના પરિવારજનો અને મિત્રોની પણ હાજરી જોવા મળી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આ વખતે ન તો ભારતમાં અને ન તો લંડનમાં નવું વર્ષ ઉજવ્યું. અપેક્ષા વિરુદ્ધ, બંનેએ વર્ષ 2026નું સ્વાગત દુબઈમાં કર્યું. દુબઈમાં યોજાયેલી આ ઉજવણી દરમિયાન વિરાટના મોટા ભાઈ વિકાસ કોહલી, સાળા સંજીવ ઢીંગરા અને પરિવારના કેટલાક નજીકના મિત્રો પણ તેમની સાથે હાજર હતા.

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે, તેમાં તેઓ નેવી બ્લુ સૂટમાં જોવા મળે છે, જ્યારે અનુષ્કા શર્મા કાળા રંગના એલેગન્ટ ડ્રેસમાં નજરે પડે છે. આ તસવીર દુબઈની હોવાનું પુષ્ટિ વિરાટના મોટા ભાઈ વિકાસ કોહલીએ શેર કરેલી અન્ય તસવીરો દ્વારા થાય છે, જેમાં વિરાટ એ જ નેવી બ્લુ સૂટમાં જોવા મળે છે.

વિકાસ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલા ફોટા પરથી જાણવા મળે છે કે વિરાટ અને અનુષ્કાએ દુબઈની ફાઇવ સ્ટાર પામ એટલાન્ટિસ હોટેલમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. આ હોટેલ તેની અનોખી રચના માટે જાણીતું છે, જે વડના ઝાડ જેવું દેખાય છે. આ હોટેલમાં એક રૂમનું ભાડું અંદાજે ₹50,000 પ્રતિ દિવસ છે.

જાપાનીઝ રેસ્ટોરન્ટ અને બારમાં વિરાટ અનુષ્કા

નવા વર્ષની રાત્રે વિરાટ કોહલી તેમના પરિવારજનો અને મિત્રો સાથે હોટેલની અંદર આવેલ જાપાનીઝ રેસ્ટોરન્ટ અને બારમાં સમય પસાર કરતા નજરે પડ્યા હતા. વિરાટના નવા વર્ષની ઉજવણીના ફોટા સામે આવ્યા તે પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીના નવા વર્ષની ઉજવણીના ફોટા પણ ચર્ચામાં રહ્યા હતા, જેમાં તેમણે થાઇલેન્ડમાં નવું વર્ષ ઉજવ્યું હોવાનું સામે આવ્યું હતું.

India Cricket 2026 Schedule : ટીમ ઈન્ડિયા સામે મોટા લક્ષ્યો, એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ શેડ્યુલ