IND vs WI: નિર્ણાયક મેચ પહેલા વિરાટ કોહલી-રોહિત શર્માએ ન કરી પ્રેક્ટિસ, બંનેના રમવા પર પ્રશ્નાર્થ

|

Aug 01, 2023 | 6:16 PM

ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદમાં પ્રેક્ટિસ કરી હતી પરંતુ વિરાટ કોહલી ત્યાં જોવા મળ્યો નહોતો. રોહિત શર્મા ટીમ સાથે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર આવ્યો હતો પરંતુ તેણે પણ બેટિંગ કરી નહોતી. જે બાદ તેમના મેચમાં રમવા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

IND vs WI: નિર્ણાયક મેચ પહેલા વિરાટ કોહલી-રોહિત શર્માએ ન કરી પ્રેક્ટિસ, બંનેના રમવા પર પ્રશ્નાર્થ
Kohli and Rohit

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચેની ODI શ્રેણીની નિર્ણાયક મેચનો સમય આવી ગયો છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વનડે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. જે જીતશે તે સિકંદર હશે. સિરીઝનો તાજ તેના માથા પર રહેશે. પણ સવાલ એ છે કે જીત કેવી રીતે? નિર્ણાયક મેચ જીતવા માટે તમારે તૈયારી કરવી પડશે. પ્રેક્ટિસ કરવી પડશે. પરંતુ વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) આવું કરતા જોવા મળ્યા ન હતા.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી ODI

ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદમાં પ્રેક્ટિસ કરી હતી પરંતુ વિરાટ કોહલી ત્યાં જોવા મળ્યો નહોતો. રોહિત શર્મા ટીમ સાથે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર આવ્યો હતો, પરંતુ તેણે પણ બેટિંગ કરી નહોતી. આ પ્રેક્ટિસ ઓપ્શનલ હતી એટલે કે જે ખેલાડીએ પ્રેક્ટિસ કરવી હોય એ કરે, ન કરવી હોય તે આરામ કરે. પરંતુ જ્યારે સવાલ નિર્ણાયક મેચનો હોય જેનાથી સિરીઝ જીત નક્કી થવાની હોય તો તે પહેલા પ્રેક્ટિસ કરવી જ જોઈએ.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

વિરાટ-રોહિત પ્રેક્ટિસથી દૂર

વિરાટ કોહલી અને રોહિત શર્માનું પ્રેક્ટિસ ન કરવું હવે ઘણા સંકેતો આપી રહી છે. શું એવું નથી કે આ બંને વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક વનડેમાં પણ રમવાના નથી. ભારતે રોહિત અને વિરાટ વિના વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વનડે રમી હતી. અને તેમાં શું થયું તે બધા જાણે છે. ભારતને કારમી હાર મળી હતી. તેનું પરિણામ એ આવ્યું છે કે હવે શ્રેણીની ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ છે.

ભારતીય ટીમ ફરી જૂની ભૂલ કરશે!

વિરાટનું પ્રેક્ટિસ સેશનથી બહાર રહેવું અને રોહિતનું ત્યાં હોવા છતાં બેટિંગ ન કરવું એ સંકેત આપે છે કે ભારતીય ટીમ ફરી જૂની ભૂલ કરવા જઈ રહી છે. જો કે, ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં એક વાત સારી લાગી કે રોહિત શર્માએ સંજુ સેમસન સાથે લાંબા સમય સુધી વાતચીત કરી હતી.

આ પણ વાંચો : Rinku Singh: ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા ભાવુક થયો રિંકુ સિંહ, કહી દિલની વાત

રોહિતે સેમસન સાથે કરી ચર્ચા

પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત અને સેમસન વચ્ચેની વાતચીતની તસવીર ઘણું કહી જાય છે. આનો એક સંકેત એ પણ છે કે સંજુ સેમસન ત્રીજી અને નિર્ણાયક વનડે રમવાનો છે. પરિસ્થિતિ તો એવી જ દેખાઈ રહી છે. વિરાટ કોહલી ત્રીજી વનડેમાં નહીં રમે તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી છે અને હવે તે પ્રેક્ટિસથી પણ દૂર જોવા મળ્યો હતો.તો બીજી તરફ રોહિત શર્માએ સંજુ સેમસન સાથે અલગથી વાત કરી હતી અને તે પછી સંજુએ પ્રેક્ટિસ પણ કરી હતી, જે સૂચવે છે કે તે ફરીથી સેમસન ત્રીજી વનડેમાં વિરાટનું સ્થાન લઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article