ભારત (Team India) અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies) વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં શરૂ થઈ ગઈ છે. આ એક એવી મેચ છે, જે બંને દેશોના ક્રિકેટમાં હંમેશા યાદ રહેશે. આ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના દ્વિપક્ષીય ક્રિકેટ ઈતિહાસમાં 100મી ટેસ્ટ તરીકે યાદ કરવામાં આવશે. જો કે આ ટેસ્ટ માત્ર બે દેશોના ક્રિકેટ સંબંધો માટે જ ખાસ નથી, પરંતુ 3 ખેલાડીઓ માટે પણ યાદગાર સાબિત થઈ છે.
ટેસ્ટ સિરીઝની બીજી મેચ 20 જુલાઈ ગુરુવારે ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર શરૂ થઈ હતી. ભારતીય ટીમે ડોમિનિકામાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સરળતાથી જીતી લીધી હતી. બીજી મેચમાં તેઓ શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતર્યા છે, પરંતુ વિન્ડીઝની ટીમ પણ આ મેચમાં જોરદાર વાપસી કરવા ઈચ્છશે, કારણ કે આ મેચ બંને ટીમો માટે ખાસ છે.
Captain Rohit Sharma is presented with a plaque to commemorate the 100th Test between India and West Indies.#WIvIND pic.twitter.com/99pnoRUK8S
— BCCI (@BCCI) July 20, 2023
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના ઈતિહાસ ઉપરાંત ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વધુ બે ખેલાડીઓ માટે આ મેચ હંમેશા માટે ખાસ બની ગઈ. આ ત્રણેય ખેલાડીઓએ અલગ-અલગ સિદ્ધિઓ હાંસલ કરી હતી. ભારતના મુકેશ કુમાર અને વેસ્ટ ઈન્ડિઝના કિર્ક મેકેન્ઝીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
500 & Counting 😃
Hear from #TeamIndia Head Coach Rahul Dravid and milestone man Virat Kohli ahead of a special occasion 👌🏻👌🏻#WIvIND | @imVkohli pic.twitter.com/cJBA7CVcOj
— BCCI (@BCCI) July 20, 2023
સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ મેચ સાથે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 મેચ પુરી કરી લીધી છે. આ માઈલસ્ટોન પર પહોંચનાર તે ભારતનો માત્ર ચોથો અને વિશ્વનો દસમો ક્રિકેટર બન્યો છે. ખાસ વાત એ છે કે 500મી મેચ પહેલા તેના નામે 25461 રન છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. કોહલી આ રેકોર્ડને વધુ સુધારવાનો પ્રયાસ કરશે.
આ મેચ માત્ર કોહલી માટે જ નહીં પરંતુ યુવા ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર માટે પણ ખાસ છે. આ જમણા હાથના પેસરે બીજી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક પ્રવાસોમાં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ રહેલા મુકેશને સ્થાનિક ક્રિકેટમાં તેના મજબૂત પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો હતો. ડેબ્યૂ પહેલા મુકેશે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 39 મેચમાં 149 વિકેટ લીધી છે.
Congratulations to Mukesh Kumar, who is all set to make his Test debut for #TeamIndia 🇮🇳🇮🇳 pic.twitter.com/oSPbbVu2Rh
— BCCI (@BCCI) July 20, 2023
વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં પણ આ મેચ યુવા ખેલાડીને હંમેશા યાદ રહેશે. 22 વર્ષીય બેટ્સમેન કિર્ક મેકેન્ઝીએ આ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જમૈકાના આ બેટ્સમેનને રેમન રેફરની જગ્યાએ ટીમમાં તક મળી છે. કિર્ક માત્ર 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે, જેમાં તેના બેટમાંથી 39ની એવરેજથી 591 રન આવ્યા છે. થોડા અઠવાડિયા પહેલા, કિર્કે બાંગ્લાદેશ A વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ A માટે 91 અને 86 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલા ઘરેલુ કેરેબિયન ટૂર્નામેન્ટમાં પણ 221 રન બનાવ્યા હતા.