Viral Video : ઈંગ્લેન્ડના દર્શકો એ સ્ટીવ સ્મિથને કર્યો હેરાન, કરિયરના ખરાબ દિવસોની અપાવી યાદ

|

Jun 20, 2023 | 10:48 PM

Steve Smith video: ઈંગ્લેન્ડની ધરતી પર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ઈંગ્લેન્ડના દર્શકો એ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથને હેરાન કર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ઈંગ્લેન્ડના દર્શકો એ સ્ટીવ સ્મિથને કર્યો હેરાન, કરિયરના ખરાબ દિવસોની અપાવી યાદ
We Saw You Cry on Telly

Follow us on

Ashes 2023 :   દરેક માણસના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે માણસ સંપૂર્ણ રીતે પડી ભાંગતા હોય છે. પોતાની જાત પર વિશ્વાસ અને સારા ભવિષ્યના આશા સાથે કોઈપણ વ્યક્તિ આ ખરાબ સમયમાંથી પસાર થઈને સારુ જીવન જીવી શકે છે. પણ સમાજના કેટલાક લોકો આવા માણસને જૂના દિવસો યાદ કરાવીને ફરી નીચે પાડવાનો પ્રયાસ કરતા હોય છે. કઈક આવી જ ઘટના ઈંગ્લેન્ડમાં ક્રિકેટ (Cricket) મેદાન પર એશિઝ 2023ની પહેલી ટેસ્ટ મેચમાં જોવા મળી હતી.

એશિઝ 2023ની પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે Steve Smith સાથે એવી ઘટના બની જે ચર્ચાનો વિષય બની ગઈ છે. ઈંગ્લેન્ડના ફેન્સ દ્વારા ‘WE SAW YOU CRY ON THE TALLY’ ગીત ગાઈને સ્મિથનું મજાક ઉડાડવામાં આવ્યું હતું. આ ગીતનો અર્થ થાય છે કે અમે તને ટીવી પર રડતા જોયો હતો. આ ઘટના પર સ્મિથનું રિએક્શન પર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ઈંગ્લેન્ડના ફેન્સ સ્મિથને તેના ખરાબ દિવસો યાદ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

આ પણ વાંચો :  Breaking News : Bhavani Devi એ રચ્યો ઈતિહાસ, Asian Championshipsમાં મેડલ જીતનાર પહેલી ભારતીય તલવારબાજ બની

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

 

જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના ફેન્સ સ્મિથને વર્ષ 2018ની બોલ ટેમ્પરિંગની ઘટના યાદ કરાવીને ટ્રોલ કરી રહ્યા હતા. ઈંગ્લેન્ડના ફેન્સની આ હેરાનગતિ પર સ્મિથ એ કોઈ ખાસ રિએક્શન આપ્યા ન હતા. એશિઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની રાઈવલરીમાં ક્રિકેટના મેદાન પર આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓમાં આ સિરીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.

વર્ષ 2019માં કેમેરા સામે રડયો હતો સ્ટિવ સ્મિથ

 


આ પણ વાંચો : IND vs PAK : પાકિસ્તાનની ટીમને માંડ માંડ મળ્યા ભારતના વિઝા, 21 જૂનથી શરુ થશે આ મોટી ટુર્નામેન્ટ

વર્ષ 2018માં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં બેનક્રોફ્ટ સહિત ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ એ બોલ ટેંપરિંગ કર્યું હતું. બોલ સાથે છેડછાડ કરવાને કારણે સ્મિથ અને વોર્નરને 1 વર્ષ માટે બેન કરવામાં આવ્યા હતા. તે દિવસને પણ ક્રિકેટ ઈતિહાસનો કાળો દિવસ કહેવામાં આવ્યો હતો. તે સમયે સ્મિથ અને વોર્નરે મીડિયા સામે આવીને માફી પણ માગી હતી. અને તે સમયે સ્મિથ રડી પડયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article