46 Runs in one over : ક્રિકેટના મેદાન પર ઘણી વખત એવી ઘટના જોવા મળી છે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. આવી જ એક ઘટના ક્રિકેટ જગતમાં ઘટી છે જેના કારણે બધા હેરાન થઇ ગયા છે. આમ તો આપણે એક ઓવરમાં 7 સિક્સ જોઇ છે. હાલના સમયમાં જ ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં એક ઓવરમાં 7 સિક્સ ફટકારીને તોફાન મચાવી દીધો હતો. ગાયકવાડે એક ઓવરમાં 43 રન કરીને ઇતિહાસ રચી દીધો હતો. હવે કઇક એવુ થયુ છે જેની કલ્પના ન કરી શકાઇ. હવે એક ઓવરમાં 46 રન બન્યા છે.
KCC Friends મોબાઇલ ટી20 ચેમ્પિયન્સ ટ્રોફી 2023 ટુર્નામેન્ટ (Franchise League in Kuwait) દરમિયાન આવુ જોવા મળ્યુ હતુ, જ્યારે એક ઓવરમાં 46 રન બન્યા હતા, આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં જોઇ શકાય છે કે બેટ્સમેન વાસુદેવ ડાલટા છે જેણે બોલર હરમન સામે બેટિંગ કરતા તોફાન લાવી દીધો હતો.
હરમન જ્યારે બોલિંગ કરવા આવે છે ત્યારે પ્રથમ બોલ નોબોલ હોય છે જેમાં બેટ્સમેન સિક્સ ફટકારે છે. પછી જ્યારે લીગલ બોલ નાખે છે તો બોલ બાઇ માટે જાય છે જેમાં 4 રન બને છે. અત્યાર સુધી એક બોલ પર 11 રન બની ગયા હતા. આ પછી બેટ્સમેન પાંચ બોલ પર સતત પાંચ સિક્સ ફટકારે છે જેથી 30 રન બની જાઇ છે. આ બોલમાંથી એક બોલ નોબોલ હોય છે જેનો એક રન મળે છે. પછી ઓવરની અંતિમ બોલ પર બેટ્સમેન ફોર મારે છે જેમાં તેને 4 રન મળે છે. આમ એક ઓવરમાં 46 રન બની જાઇ છે.
આ પણ વાંચો: IPL : આઇપીએલના ઇતિહાસમાં કયા બેટ્સમેનના નામે છે સૌથી વધુ ‘ડકનો’ રેકોર્ડ ?
પ્રથમ બોલ- 6 (નો બોલ)- 7 રન
પ્રથમ બોલ- 4(બાઇના રન)- 4 રન
બીજો બોલ- 6 રન
ત્રીજો બોલ- 6 (નો બોલ)- 7 રન
ત્રીજો બોલ- 6 રન
ચોથો બોલ- 6 રન
પાંચમો બોલ- 6 રન
છઠ્ઠો બોલ- 4 રન
કુલ 46 રન
આ રીતે એક ઓવરમાં 46 રન બન્યા હતા. આ વીડિયોને જોઇને સંપૂર્ણ ક્રિકેટ જગત ચોંકી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફેન્સને પસંદ આવી રહ્યો છે.
Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now.
.
.#KCCT20 pic.twitter.com/PFRRivh0Ae— FanCode (@FanCode) May 3, 2023
હાલમાં આઇપીએલની 16મી સીઝન ચાલી રહી છે. આઇપીએલમાં પણ રનનો વરસાદ થઇ રહ્યો છે. આઇપીએલના ઇતિહાસમાં 2 વખત 1 ઓવરમાં 37 રન બન્યા છે. આવુ પ્રથમ વખત થયુ હતુ જ્યારે કોચ્ચિ ટસ્કર્સના કેપી પરમેશ્વરને 2011માં આરસીબી સામે એક મેચમાં 37 રન બનાવ્યા હતા, બીજી વખત આવુ વર્ષ 2021માં જોવા મળ્યુ હતુ જ્યારે આરસીબીના હર્ષલ પટેલ સામે સીએસકેએ 37 રન કર્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…