વૈભવ સૂર્યવંશીએ 39 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

Vaibhav Suryavanshi Record : વિજય હજારે ટ્રોફી 2025-26ની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી છે. તેમણે એવી બેટિંગ કરી કે, એબી ડીવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ 39 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
| Updated on: Dec 24, 2025 | 2:58 PM

વિજય હજારે ટ્રોફી 2025-26ની શરુઆત વૈભવ સૂર્યવંશી અને તેની ટીમ બિહાર માટે શાનદાર રહી છે. બિહારના વાઈસ કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં લિસ્ટ એ કરિયરનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. તેમણે લિસ્ટ એમાં બનાવેલો એબી ડી વિલિયર્સનો રેકોર્ડ અરુણાચલ વિરુદ્ધ રમાયેલી મેચમાં 10 બોલના અંતરથી તોડ્યો છે. 14 વર્ષના બેટ્સમેને ડીવિલિયર્સનો રેકોર્ડ તોડી લિસ્ટ એમાં પોતાનો મોટો સ્કોર બનાવ્યો છે.

લિસ્ટ એમાં વૈભવ સૂર્યવંશીનો સૌથી મોટો સ્કોર શું છે?

વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં માત્ર 84 બોલમાં 190 રન બનાવ્યા હતા. 226થી વધારેની સ્ટ્રાઈક રેટ રહી હતી. વૈભવ સૂર્યવંશીએ આ ઈનિગ્સમાં 15 સિક્સ અને 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ વિજય હજારે ટ્રોફી કે પછી લિસ્ટ એ ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીની પહેલી સદી છે. આ સિવાય આ તેના લિસ્ટ એ કરિયરનો સૌથી મોટો સ્કોર પણ છે. આ પહેલા તેનો સૌથી મોટો સ્કોર લિસ્ટ એમાં 71 રન રહ્યો હતો.

10 બોલ ઓછા રમીને 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

વૈભવે અરુણાચલ વિરુદ્ધ રમાયેલી આ ઈનિગ્સ દરમિયાન એબી ડીવિલિયર્સનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 150 રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. આ રેકોર્ડ પહેલા એબી ડીવિલિયર્સના નામે હતી. ડીવિલિયર્સે 2915ના વનડે વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી મેચમાં 64 બોલમાં 150 રન પુરા કર્યા છે પરંતુ 10 વર્ષ બાદ એટલે કે, વર્ષ 2025માં વૈભવ સૂર્યવંશીએ માત્ર 54 બોલમાં જ અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ 150 રન બનાવ્યા હતા. તેમણે લિસ્ટ એમાં સૌથી ઝડપી 150 રનનો સ્કોરનો રેકોર્ડ તોડવા માટે એબી ડીવિલિયર્સથી 10 બોલ ઓછા રમ્યા છે.

બિહાર તરફથી રમતા, વૈભવે પાકિસ્તાનના ઝહૂર ઇલાહીનો 39 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. ઝહૂર ઇલાહીએ 1986ના વિલ્સ કપ દરમિયાન રેલવે સામે પાકિસ્તાન ઓટોમોબાઇલ્સ માટે લિસ્ટ A સદી ફટકારી હતી. તે સમયે તે ફક્ત 15 વર્ષ અને 209 દિવસનો હતો.

સંજુ સેમસનનો રેકોર્ડ માંડ માંડ બચ્યો

અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ વૈભવ સૂર્યવંશી બેવડી સદી ફટકારવાથી ચૂકી ગયો છે.10 રનથી તેની બેવડી સદી દુર રહી હતી. જેનાથી સંજુ સેમસનનો રેકોર્ડ બચી ગયો છે. વિજય હજારે ટ્રોફીમાં સૌથી ફાસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ સંજુ સેમસનના નામે છે. તેમણે વર્ષ 2019માં ગોવા વિરુદ્ધ 125 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. અહી ક્લિક કરો