વર્તમાન ક્રિકેટમાં બેટ્સમેનોનો દબદબો છે. બેટ્સમેન બોલરો પર પ્રભુત્વ ધરાવે છે. જો કે, કેટલીકવાર બોલરો પણ એવા અદ્ભુત કામો કરી નાખે છે કે બેટ્સમેનોને મુશ્કેલી પડે છે. એક પ્રદર્શન જે હાંસલ કરવું ખૂબ મુશ્કેલ છે. આ ડોમેસ્ટિક ODI ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) નું આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત થુંબા સ્થિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પુડુચેરી (Puducherry) અને બરોડા (Baroda) વચ્ચે મેચ રમાઈ હતી.
આ મેચમાં બરોડાના એક બોલરે જોરદાર કંજૂસ બોલિંગ કરી અને વિકેટ પણ લીધી. આ બોલરનું નામ ધ્રુવ પટેલ (Dhruv Patel) છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા બરોડાએ પુડુચેરીની ટીમને 100નો આંકડો પણ પાર ન થવા દીધો અને 82 રન પર સમેટાઇ ગઇ હતી.. જેમાં ધ્રુવે મોટી ભૂમિકા ભજવી હતી.
ધ્રુવે આ ઇનિંગમાં માત્ર ચાર ઓવર નાખી અને બે મેઇડન ઓવર નાખી. તેણે બેટ્સમેનોને તેના બોલ પર રન બનાવવા દીધા ન હતા. ધ્રુવે ચાર ઓવરમાં માત્ર ચાર રન આપ્યા અને ત્રણ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. તેણે ભરત શર્માને પાંચ, પારસ ડોગરાને બે અને રામચંદ્ર રઘુપતિને 15 રનના અંગત સ્કોર પર આઉટ કર્યા હતા.
પુડુચેરીની ટીમ તરફથી ઇકલાસ નાહાએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 36 બોલનો સામનો કર્યો અને પાંચ સિક્સર ફટકારી. તેના સિવાય રામચંદ્ર અને સાગર ઉદેશીએ દસનો આંકડો સ્પર્શ કર્યો હતો. સાગરે પણ 15 રન બનાવ્યા હતા.ધ્રુવ જો કે આ સિઝનમાં વિજય હજારે ટ્રોફીની તેની પ્રથમ મેચમાં નિષ્ફળ ગયો હતો. તેણે મુંબઈ સામે છ રન આપ્યા હતા પણ વિકેટ લઈ શક્યા નહોતા. આ સાથે જ તેણે બેટથી પણ 13 રનનું યોગદાન આપ્યું હતું.
જોકે બરોડાને જીતવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે ઝડપથી તેના નવા કેપ્ટન કેદાર દેવધરની વિકેટ ગુમાવી દીધી. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. આદિત્ય વાઘમોડે 22 રન બનાવીને બીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. અભિમન્યુ સિંહ રાજપૂત 18 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ભાનુ પાનિયા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ટીમના પૂર્વ કેપ્ટન કૃણાલ પંડ્યાની ઇનિંગ 10 રનથી આગળ વધી શકી ન હતી.
આ પછી ધ્રુવ પટેલે પણ બેટથી યોગદાન આપ્યું અને અણનમ 15 રન બનાવ્યા અને ટીમને જીત તરફ દોરી ગઈ. તેની સાથે મિતેશ પટેલ ચાર રન બનાવીને પરત ફર્યો હતો. બરોડાએ 83 રન બનાવવા માટે તેના પાંચ બેટ્સમેન ગુમાવ્યા અને આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેણે 27.1 ઓવર રમવાની હતી.
Published On - 4:45 pm, Sat, 11 December 21