Asia Cup 2023 IND vs PAK : હાઈવોલ્ટેજ મેચ પહેલા ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે ભાઈચારો, શ્રીલંકાથી આવ્યા દિલ ખુશ કરી દેતા Video

India vs Pakistan Asia Cup: જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ છે ત્યારે દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલા આવો જ ઉત્સાહ બંને દેશના ક્રિકેટ ફેન્સમાં જોવા મળી રહ્યો છે. શ્રીલંકામાં મહામુકાબલા પહેલા બંને દેશના ખેલાડીઓ મેદાન પર અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. તે સમયના કેટલાક શાનદાર વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Asia Cup 2023 IND vs PAK : હાઈવોલ્ટેજ મેચ પહેલા ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે ભાઈચારો, શ્રીલંકાથી આવ્યા દિલ ખુશ કરી દેતા Video
Asia Cup 2023
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 01, 2023 | 11:10 PM

Asia Cup 2023 :  14 ઓક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડ કપની ધમાકેદાર મેચનું ટ્રેલર 2 સપ્ટેમ્બરે એશિયા કપમાં દેખાશે. આખી દુનિયા ભારત-પાકિસ્તાનની (India vs Pakistan) હાઈવોલ્ટેજ મેચ જોવા માટે તૈયાર છે. બંને તરફના ક્રિકેટ ફેન્સ અને એક્સપર્ટ પોતાની ટીમની જીતનો દાવો કરતા રોમાંચ વધ્યો છે. ધમાકેદાર મેચ પહેલા ભારત-પાકિસ્તાના ખેલાડીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

કૈન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચના એક દિવસ પહેલા બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે પહોંચ્યા હતા. પ્રેક્ટિસ સેશન દરમિયાન પોતાની રમતને વધારે સારી કરવાની સાથે તેઓ સામેની ટીમના ખેલાડીઓને મળીને ભાઈચારો વધારતા જોવા મળ્યા હતા. જોકે વરસાદને કારણે એક સમયે બંને ટીમે પ્રેક્ટિસ સેશન બંધ દીધું હતુ.

આ પણ વાંચો : Asia Cup 2023 : સચિનનો રેકોર્ડ તોડવાની કોહલી પાસે ‘વિરાટ તક’, માત્ર 102 રનની જરુર

શ્રીલંકાથી આવ્યા ભારત-પાકિસ્તાનના ભાઈચારાના વીડિયો

 

 

 

 

 

 

 


આ પણ વાંચો : IND vs PAK Breaking News : એેક દિવસ પહેલા પાકિસ્તાને કરી પ્લેઈંગ 11ની જાહેરાત, બતાવ્યો જીતનો વિશ્વાસ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પાકિસ્તાનના તમામ ખેલાડીઓ સાથે હસીખુશીથી મળતા જોવા મળ્યો હતો. તે પાકિસ્તાનના બોલર હારિસ રઉફ સહિતના ખેલાડીઓ સાથે મજાક કરતો પણ જોવા મળ્યો હતો. આવતીકાલે મેદાનમાં બંને ટીમના ખેલાડીઓ પોતાના દેશ અને ફેન્સને જીતાડવા માટે ઉતરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો