WWE Video : ભારે ભરખમ ખલીને એક મહિલાએ રિંગમાંથી કર્યો બહાર, આખું WWE જોતુ જ રહી ગયુ

WWE News : ધ ગ્રેટ ખલી જ્યારે રેસલિંગ રિંગમાં ઉતરે છે ત્યારે મોટા મોટા રેસલર્સના હાલ બેહાલ થઈ જતા હોય છે. રેસલિંગ રિંગમાં ધ ગ્રેટ ખલીએ ધૂરંધર રેસલર્સને હરાવ્યા છે. પણ એક વાર ધ ગ્રેટ ખલી એક મહિલાને કારણે ચેમ્પિયન બનવાથી ચૂકી ગયો હતો. આ વાત વાંચીને તમને વિશ્વાસ નહીં થશે, પણ ઘટનાનો વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર છે જે આ ઘટનાની સાબિતી આપે છે.

WWE Video : ભારે ભરખમ ખલીને એક મહિલાએ રિંગમાંથી કર્યો બહાર, આખું WWE જોતુ જ રહી ગયુ
WWE Fight Video
Image Credit source: WWE
| Edited By: | Updated on: Sep 02, 2023 | 5:24 PM

WWE :  ધ ગ્રેટ ખલી સાથે લડવુ દરેક રેસલર્સ માટે સરળ નથી. ધ ગ્રેટ ખલી સામે ઘણા રેસલર્સ રિંગ છોડીને પણ ભાગ્યા છે. પણ WWEના ઈતિહાસમાં એવી ઘટના પર બની હતી જ્યારે એક મહિલા રેસલરે ધ ગ્રેટ ખલીને રિંગની બહાર ફેંક્યો હતો. તે સમયે આખુ WWE હેરાન રહી ગયુ હતુ. આ રેસલિંગ મેચનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

તમને જાણીને નવાઈ લાગશે કે તે સમયે મહિલા રેસલર્સે કોઈ અન્ય વ્યક્તિની મદદ વગર ધ ગ્રેટ ખલીને રિંગની બહાર ફેંકી દીધો હતો. આ ઘટના વર્ષ 2010ની છે જ્યારે ખલી રોયલ રંબલ મેચમાં સીએમ પંક સામે રેસલિંગ કરી રહ્યો હતો. ત્યારે દિવા સ્ટાર ફીનિક્સની એન્ટ્રી થઈ અને તે ખલીને સાથે લડવા માટે રિંગમાં ઉતરી જાય છે.

આ પણ વાંચો : IND vs PAK: રોહિત શર્માનો શોટ જોઈ બાબર આઝમનો ચહેરો રડવા જેવો થઈ ગયો, જુઓ Video

જુઓ તે યાદગાર મેચનો વીડિયો

રિંગમાં એન્ટ્રી કરીને તે ખલીને ખભા પર ઉઠાવી લે છે. તે સમયે બેથ ડરી પણ જાય છે. જ્યારે ખલી તેને રિંગથી બહાર કરવાનો પ્રયાસ કરે છે. તે સમયે જ બેથ ફીનિક્સ તેને કિસ કરી લે છે. ધ ગ્રેટ ખલી, બેથ ફીનિકસની ચાલમાં ફંસાઈ જાય છે. ત્યારે જ બેથ તેને રિંગમાંથી બહાર ફેંકવામાં સફળ થાય છે.

જેવો ખલી રિંગની બહાર ફેંકે છે કે તે રોયલ રંબલની મેચથી એલિમિનેટ થઈ જાય છે. જેના કારણે તે રોયલ રંબલનો ચેમ્પિયન બનતા ચૂકી જાય છે. ખલી પોતાના કરિયરમાં ક્યારે રંબલ ચેમ્પિયન બની શક્યો ના હતો.

આ પણ વાંચો : IND vs PAK: જસપ્રીત બુમરાહ IN, મોહમ્મદ શમી OUT, જુઓ ટીમ ઈન્ડિયાની Playing xi

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો