ભારતીય ટીમના મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર તેની એક મોટી નબળાઈને કારણે ફરી વાર ખરાબ સ્થિતિમાં મુકાયો છે. શ્રેયસ અય્યરની સમસ્યા એ છે કે તેણે તેની નબળાઈ પર કામ નથી કર્યું અને તેનો ફાયદો વિરોધી ટીમના બોલરો ઉઠાવી રહ્યા છે, ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પણ શ્રેયર આ જ નબળાઈના કારણે જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો.
શ્રેયસ અય્યરની સૌથી મોટી નબળાઈ શોર્ટ બોલ છે. અને ક્રિકેટના નાનામાં નાના ચાહક પણ આ વાત જાણે છે. પરંતુ પોતાના બચાવમાં અય્યરે ઘણી વખત કહ્યું છે કે શોર્ટ બોલ મારી નબળાઈ નથી અને હું તેને રમી શકું છું. પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ નથી. શોર્ટ બોલ જોતા જ અય્યરના પગ ધ્રૂજવા લાગે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ઈનિંગનો શ્રેયસ અય્યરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Shreyas Iyer got bullied by 40 yo man who’s about to retire since 5 years #INDvENG pic.twitter.com/VJV5O7IIyt
— Pankaj Chahal (@pankajchahal07) February 3, 2024
આ વીડિયોમાં જેમ્સ એન્ડરસન બોલિંગ કરી રહ્યો છે. અય્યર પહેલેથી જ શફલ કરે છે અને વિકેટની સામે આવે છે અને પછી એન્ડરસન બોલ ફેંકે છે. આ કારણે અય્યર વિચિત્ર સ્થિતિમાં આવી જાય છે. અય્યર બોલને મારવાના પ્રયાસમાં નિષ્ફળ જાય છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દરેક તેની મજાક ઉડાવી રહ્યા છે. અય્યર બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 27 રન બનાવીને આઉટ થયો હતો.
Shreyas Iyer has the ugliest technique for an Indian cricketer in Test cricket ♂️♂️
He plays the short ball just like a club cricketer #INDvsENGhttps://t.co/KvxZgrsnu6
— Farid Khan (@_FaridKhan) February 2, 2024
મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ 179 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે રવિચંદ્રન અશ્વિન 5 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાના દરેક બેટ્સમેનને આ ઈનિંગમાં શરૂઆત મળી હતી, પરંતુ કોઈ મોટો સ્કોર કરી શક્યું ન હતું. રોહિત શર્મા 14, શુભમન ગિલ 34, શ્રેયસ અય્યર 27, રજત પાટીદાર 32, અક્ષર પટેલ 27 અને શ્રીકર ભરત 17 રન બનાવીને આઉટ થયા હતા.
આ પણ વાંચો : રોહિત શર્માએ 162 અઠવાડિયા પહેલા જે કહ્યું હતું તે હવે સાચું પડ્યું