
ભારતીય ફેન્સ માટે વધુ એક રોમાંચક T20 શ્રેણી આવી રહી છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી હવે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે. આ શ્રેણીમાં પ્રથમ વખત વૈભવ સૂર્યવંશી મુખ્ય ઓપનર તરીકે ટીમમાં સામેલ થયા છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, પરંતુ હવે ઝિમ્બાબ્વે શ્રેણીમાં તેમની પાસે સ્થાન મજબૂત કરવાની અને મોટો ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીના નિશાના પર T20 ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે. જો તેઓ ત્રણ મેચની શ્રેણીમાં 11 છગ્ગા લગાવી દેશે, તો T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 સિક્સર પૂરી કરનારા વિશ્વના નંબર 1 બેટ્સમેન બની જશે. વૈભવના નામે અત્યાર સુધી 37 ઇનિંગ્સમાં 139 સિક્સર નોંધાયેલી છે.
અત્યાર સુધી આ મામલે યુએઈના મોહમ્મદ વસીમ નંબર 1 પર છે, જેમણે 66 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ યાદીમાં વેસ્ટઇન્ડીઝના એવિન લુઇસ બીજા અને ક્રિસ ગેલ ત્રીજા સ્થાને છે. જો વૈભવ આ રેકોર્ડ બનાવશે તો તેઓ આ ત્રણેય દિગ્ગજોને પાછળ છોડી દેશે.
સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી શકે છે વૈભવ, વૈભવે 37 ઇનિંગ્સમાં 139 સિક્સર ફટકારી છે. 11 છગ્ગા લગાવતાં જ તેઓ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નંબર 1 બની જશે. ભારત માટે આ રેકોર્ડ 86 ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે બનાવ્યો હતો, એટલે કે વૈભવ સૂર્યાનો રેકોર્ડ પણ તોડી શકે છે.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ ત્રણ ઇનિંગ્સમાં 42 રન બનાવ્યા હતા. તેમણે 27 બોલનો સામનો કરીને 5 સિક્સર અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. મેચ પ્રમાણે તેમણે 12 બોલમાં 14 રન, 5 બોલમાં 13 રન અને 10 બોલમાં 15 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).