ઓસ્ટ્રેલિયાએ 4 માર્ચથી પાકિસ્તાન સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજા (Usman Khawaja) પણ પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. પાકિસ્તાનમાં જ જન્મેલો ઉસ્માન ઓસ્ટ્રેલિયાનો મહત્વનો ખેલાડી છે અને આ સિરીઝ પહેલા તેણે એવી વાત કહી છે જે પાકિસ્તાનના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને પસંદ નહીં હોય. ઉસ્માન ખ્વાજાએ પાકિસ્તાની મીડિયાની સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પ્રશંસા કરી હતી. ઉસ્માને કહ્યું કે પાકિસ્તાન સુપર લીગ (PSL) કે અન્ય કોઈ લીગની સરખામણી આઈપીએલ સાથે ન થઈ શકે. ઉસ્માને કહ્યું કે પીએસએલ અને આઈપીએલ વચ્ચે કોઈ સરખામણી નથી.
ઉસ્માન ખ્વાજાએ કહ્યું, ‘ચોક્કસ રીતે IPL વિશ્વની સૌથી મજબૂત લીગ છે. પીએસએલ અને આઈપીએલ વચ્ચે કોઈ સરખામણી જ નથી. અંતમાં આખી દુનિયા IPL રમવા જાય છે. આ એકમાત્ર લીગ છે જ્યાં ભારતીય ખેલાડીઓ રમે છે. આ IPLને વિશ્વની સર્વશ્રેષ્ઠ લીગ બનાવે છે.
Before Pakis come and compare PSL and IPL – Major Usman Khawaja literally said IPL is the best league in the world since Indians play in it. pic.twitter.com/m80sxiSxtr
— Jon Targaryen (@jonknowsitall) March 1, 2022
તમને જણાવી દઈએ કે ઉસ્માન ખ્વાજા વર્ષ 2016માં પણ આઈપીએલ રમી ચૂક્યો છે. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ તરફથી રમતા ઉસ્માને 6 મેચમાં 21થી વધુની એવરેજથી 127 રન બનાવ્યા હતા. આ પછી ઉસ્માનને આઈપીએલમાં રમવાની તક મળી ન હતી. જો કે, તે T20 ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. તેની બેટિંગ બિગ બેશ લીગ, પાકિસ્તાન સુપર લીગમાં જોવા મળી છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ લગભગ 3 દાયકા પછી પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે. આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, 3 વનડે અને એક ટી-20 મેચ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 4 માર્ચથી રાવલપિંડીમાં રમાશે.
બીજી ટેસ્ટ 12 માર્ચથી કરાચીમાં રમાશે. લાહોરમાં ત્રીજી ટેસ્ટ 21 માર્ચથી રમાશે. ODI શ્રેણીની ત્રણેય મેચો રાવલપિંડીમાં રમાશે, જે 29 માર્ચથી શરૂ થશે. પ્રવાસનો અંત પણ 5 માર્ચે રાવલપિંડીમાં થશે. બંને ટીમો એકમાત્ર T20 મેચમાં ટકરાશે.
Published On - 1:12 pm, Wed, 2 March 22