અશ્વિનના વર્લ્ડ કપ ટીમમાં સિલેક્શનને લઈ પૂર્વ ભારતીય સ્પિનરના નિવેદન બાદ હંગામો

અશ્વિન ટીમ ઈન્ડિયા સાથે વર્લ્ડ કપ જીતવાના અભિયાનમાં વ્યસ્ત છે. તેને છેલ્લી ક્ષણે ભારતની વર્લ્ડ કપ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અશ્વિન લાંબા સમયથી ODI ક્રિકેટથી દૂર હતો. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં તે પાછો ફર્યો અને હવે તેને અક્ષરની જગ્યાએ વર્લ્ડ કપ ટીમમાં તક મળી છે.

અશ્વિનના વર્લ્ડ કપ ટીમમાં સિલેક્શનને લઈ પૂર્વ ભારતીય સ્પિનરના નિવેદન બાદ હંગામો
Sivaramakrishnans & Ashwin
| Edited By: | Updated on: Oct 01, 2023 | 6:27 PM

રવિચંદ્રન અશ્વિન ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ 2023 (World Cup 2023) મિશનનો હિસ્સો બની ગયો છે. ભારતની વર્લ્ડ કપ ટીમમાં તેની એન્ટ્રી છેલ્લી ક્ષણે થઈ હતી. અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થતા તેના સ્થાને અશ્વિન (R Ashwin)નો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પ્રથમ બે મેચમાં 4 વિકેટ ઝડપી હતી, તેના પ્રદર્શન બાદ એવું લાગે છે કે તે વર્લ્ડ કપમાં ભારત (Team India) ની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે.

અશ્વિનના સિલેક્શન બાદ પૂર્વ ક્રિકેટરની પ્રતિક્રિયા

વર્લ્ડ કપ ટીમમાં અશ્વિનના સિલકેશન બાદ અનેક ક્રિકેટ એક્સપર્ટની પ્રતિક્રિયા આવવી સ્વાભાવિક જ હતી, જેમાં મોટાભાગના ક્રિકેટરોએ અશ્વિનની પસંદગીને સ્માર્ટ નિર્ણય જણાવ્યો હતો, જોકે ભારતના એક પૂર્વ ક્રિકેટરે અંગે કટાક્ષ પણ કર્યો હતો જે બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. આ હંગામો પૂર્વ ભારતના પૂર્વ સ્પિનર ​​લક્ષ્મણ શિવરામકૃષ્ણનના નિવેદનને લઈને થયો હતો.

લક્ષ્મણ શિવરામકૃષ્ણનનું ચોંકાવનારું ટ્વિટ

ભારતના પૂર્વ સ્પિનર ​​લક્ષ્મણ શિવરામકૃષ્ણનના નિવેદન બાદ તેમણે જે કહ્યું તે વધુ ચોંકાવનારું હતું. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​અને કોમેન્ટેટરના જણાવ્યા અનુસાર, અશ્વિને તેને ફોન કરીને માફી માંગી હતી. હવે તેનો દાવો પચાવવો થોડો મુશ્કેલ છે. કારણ કે સવાલ એ છે કે અશ્વિન શા માટે લક્ષ્મણ શિવરામકૃષ્ણનની માફી માંગશે?

અશ્વિન પર સવાલ ઉઠાવનાર વ્યક્તિનો મોટો દાવો

વાસ્તવમાં, લક્ષ્મણ શિવરામકૃષ્ણને સોશિયલ મીડિયા પર લખ્યું કે અશ્વિને તેને ફોન કર્યો અને તેની બોલિંગ એક્શન અંગે સલાહ લીધી. તેણે આગળ લખ્યું કે જ્યારે અશ્વિનને ખબર પડી કે લોકો તેને ખૂબ ટ્રોલ કરે છે, ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે જે લોકોએ આવું કર્યું તે તેની સાથે બિલકુલ સંબંધિત નથી. અશ્વિનને શુભકામનાઓ.

આ પણ વાંચો : એરપોર્ટ પર MS ધોનીને કોણે કહ્યું ‘I Love You’, માહીએ આપી અદ્ભુત પ્રતિક્રિયા, જુઓ Video

લક્ષ્મણ શિવરામકૃષ્ણને શું કહ્યું?

લક્ષ્મણ શિવરામકૃષ્ણનના આ શબ્દોમાં કેટલી તાકાત અને સત્યતા છે તે વિશે આપણે નિશ્ચિતપણે કશું કહી શકતા નથી. પરંતુ અમે તમને તેના નિવેદન વિશે જણાવી શકીએ છીએ જેને લઈ હોબાળો મચ્યો છે, લક્ષ્મણ શિવરામકૃષ્ણન સોશિયલ મીડીયા પર ભારે ટ્રોલ થઈ રહ્યો છે, કારણ કે તેણે અશ્વિન વિશે ઘણું બધુ કહ્યું છે. લક્ષ્મણ શિવરામકૃષ્ણને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ કોમેન્ટ્રી પેનલ પર પણ સવાલો ઉઠાવ્યા છે અને પેનલમાં કોઈ એક્સપર્ટ સ્પિનરને સાથ ન મળ્યું હોવાની વાત અંગે કટાક્ષ કર્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો