દાદા ફાસ્ટ બોલર, પૌત્ર બન્યો ઓલરાઉન્ડર, અન્ડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હુકુમનો એક્કો સાબિત થયો આ ખેલાડી

અન્ડર 19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે અને આ પ્રદર્શન પાછળ મેનેજમેન્ટ, કોચિંગ સ્ટાફ અને તમામ યુવા ખેલાડીઓનો હાથ છે. જોકે એક એવો ખેલાડી છે જે બીજા ભારતીય ખેલાડીઓ કરતા વધુ અસરદાર દેખાઈ રહ્યો છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ રહ્યો છે, અને ખાસ વાત એ છે કે તેના દાદા પણ ફાસ્ટ બોલર રહી ચૂક્યા છે.

દાદા ફાસ્ટ બોલર, પૌત્ર બન્યો ઓલરાઉન્ડર, અન્ડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હુકુમનો એક્કો સાબિત થયો આ ખેલાડી
Arshin Kulkarni
| Updated on: Jan 30, 2024 | 10:08 AM

અન્ડર-19 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત છે. આ જ વર્ચસ્વને કારણે ટીમ સુપર સિક્સમાં પણ પહોંચી ગઈ છે. સારી વાત એ છે કે દરેક મેચમાં કોઈને કોઈ નવો ચહેરો જીતનું કારણ બની રહ્યો છે. પરંતુ, એક એવો ખેલાડી છે જે ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ જેવો છે, જે બેટ ને બોલ બંનેથી સારું પરદર્શન કરી રહ્યો છે. અન્ડર-19 ટીમમાં સામેલ આ ખેલાડીનું નામ અર્શિન કુલકર્ણી છે.

અર્શિન કુલકર્ણીના DNAમાં જ છે ક્રિકેટ

અર્શિન કુલકર્ણીએ અન્ડર-19 વર્લ્ડ કપમાં અત્યાર સુધી શું કર્યું છે તેના પર આવીએ તે પહેલાં તેના ફેમિલી અને બેકગ્રાઉન્ડને સમજવું જરૂરી છે. અર્શિનના પિતા અતુલ કુલકર્ણી ડોક્ટર છે. પરંતુ તેના દાદા ક્રિકેટ રમતા હતા. તેઓ ફાસ્ટ બોલર હતા. અર્શીનનો ક્રિકેટ પ્રેમ તેના DNAમાં જ છે. અર્શિન મહારાષ્ટ્રના સોલાપુરનો રહેવાસી છે.

પુણેથી શરૂ થઈ સફર ઈન્ડિયા અન્ડર-19 સુધી પહોંચી

અર્શીનની પ્રતિભા જોયા પછી, ત્યાંના કોચે તેના પિતાને સલાહ આપી કે તે અર્શિનને પૂણેની કોઈ કોચિંગ સંસ્થામાં દાખલ કરે. તેના પિતાએ પણ એવું જ કર્યું અને પછી અર્શિન કુલકર્ણીની ભારતીય ક્રિકેટર બનવાની સફર શરૂ થઈ હતી.

બોલિંગ સ્ટાઈલ તેના દાદા જેવી

શરૂઆતમાં, અર્શિન કુલકર્ણી એક આક્રમક બેટ્સમેન હતો અને સાથે-સાથે લેગ સ્પિન પણ કરતો હતો. પરંતુ બાદમાં તેની બોલિંગ સ્ટાઈલ તેના દાદા જેવી બની ગઈ. તેણે દાદાની જેમ ઝડપી બોલિંગ શરૂ કરી. અર્શિન પ્રથમ વખત ચર્ચામાં આવ્યો જ્યારે તેણે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં સદી ફટકારી હતી. તે પછી તે ભારતની અંડર 19 ટીમમાં આવ્યો અને અન્ડર 19 એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે 70 રનની ઈનિંગ રમવા ઉપરાંત તેણે 3 વિકેટ પણ લીધી હતી.

અન્ડર-19 વર્લ્ડ કપ 2024માં અર્શિન કુલકર્ણી

જોકે, અત્યારે તે અન્ડર-19 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ સદીને કારણે ચર્ચામાં છે. અર્શિને યુએસએ સામે 118 બોલનો સામનો કર્યો અને 108 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઈનિંગની મદદથી ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. યુએસએની ટીમ 327 રનનો ટાર્ગેટ ચેઝ ન કરી શકી મેચ હારી ગઈ. અર્શિને અન્ડર-19 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં 1 સદી સાથે 147 રન બનાવ્યા છે અને 1 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : સુથારના દીકરાએ સર્જ્યો ‘આતંક’, 32 બોલમાં 1 રન આપીને ઝડપી 7 વિકેટ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:05 am, Tue, 30 January 24