સુનીલ તાંબે, સેંકડો ક્રિકેટરોની જેમ, ચોમાસાની મોસમ દરમિયાન મુંબઈમાં યોજાનારી અત્યંત સ્પર્ધાત્મક કાંગા લીગમાં વ્યાવસાયિક ક્રિકેટમાં મોટું નામ બનાવવાનું સપનું હતું. મુંબઈ, જે સપનાના શહેર તરીકે ઓળખાય છે, તે દરેકનું મુકામ નથી અને મહારાષ્ટ્ર પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ના આસિસ્ટન્ટ કમિશનર તાંબેને ખબર હતી કે સફળતા રસ્તો ગેરટીં વિનાનો કઠીન છે. ત્યારબાદ તેમણે શૈક્ષણિક ક્ષેત્ર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. જોકે શનિવારે સાંજે તેમણે પુત્ર કૌશલ તાંબે (Kaushal Tambe) દ્વારા તેમનું સપનું પૂરું કર્યું. કૌશલે ઈંગ્લેન્ડ સામે અંડર-19 વર્લ્ડ કપ 2022 (Under 19 World Cup 2022) ની ફાઇનલમાં વિકેટ લઈને ભારત (India Under 19 Cricket Team) ની જીતમાં યોગદાન આપ્યું હતું.
ATS ઓફિસર તાંબેએ ફોન પર પીટીઆઈ-ભાષાને કહ્યું, ‘મેં મૂળભૂત રીતે મુંબઈ માટે યુનિવર્સિટી લેવલ અને કાંગા લીગ લેવલની ક્રિકેટ રમી છે, પરંતુ હું ક્રિકેટમાં મારી કારકિર્દી બનાવી શક્યો નથી. હું ઇચ્છતો હતો કે મારો પુત્ર ક્રિકેટમાં કંઈક કરે અને તેણે તે કર્યું.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કૌશલને ક્યારેય તેમના કામ વિશે ચિંતા થાય છે જેમાં તેમને ગુનેગારોનો સામનો કરવો પડે છે, તો તેમણે કહ્યું, ના, કૌશલને ક્યારેય મારી સુરક્ષા ની ચિંતા નથી.
પોતાના પુત્રને ક્રિકેટર બનવા માટે પ્રેરિત કરવાનો તાંબેનો જુસ્સો હતો. તેઓએ કહ્યું, જ્યારે તે સાડા ત્રણ વર્ષનો હતો ત્યારે અમે તેને સ્કેટિંગમાં પ્રવેશ આપ્યો હતો જેથી તેનો રમતગમતમાં રસ વધે. તેણે ચાર વર્ષ સુધી સારું પ્રદર્શન કર્યું અને ઘણા રાષ્ટ્રીય ચંદ્રકો જીત્યા. જ્યારે તે નવ વર્ષનો હતો, ત્યારે અમે તેને ક્રિકેટની તાલીમ માટે PYC માં દાખલ કર્યો, જ્યાં તેણે પવન કુલકર્ણી પાસેથી મૂળભૂત બાબતો શીખી.
આગળ કહ્યુ, પછી અમે કેડેન્સ ક્રિકેટ એકેડમી (CCA)માં તેની પસંદગી માટે અરજી કરી અને તેનો બોલર તરીકે સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે મેં સુરેન્દ્ર ભાવે (ભૂતપૂર્વ રાષ્ટ્રીય પસંદગીકાર અને રણજી દિગ્ગજ) અને હર્ષલ પઠાણને પૂછ્યું કે તેઓએ તેને બોલર તરીકે શા માટે સામેલ કર્યો ત્યારે તેઓએ કહ્યું, અમે જાણીએ છીએ, તે સારી બેટિંગ કરે છે, પરંતુ તેની પાસે સારો સ્પિનર બનવાની ક્ષમતા છે. આજે જે કંઈ છે તે કેડેન્સને કારણે છે.
જ્યારે કૌશલને કરિયરના ટર્નિંગ પોઈન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “વિખ્યાત SP કોલેજમાં અભ્યાસ કરનાર કૌશલને 2019માં U-16 કેટેગરીમાં વેસ્ટ ઝોનના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તે પછી તે NCA કેમ્પ માટે પસંદ થયો જ્યાં તેને ઘણું શીખવા મળ્યું અને મને લાગે છે કે તે એક ટર્નીંગ પોઇન્ટ હતો.
તેમણે કહ્યું કે કૌશલે વય જૂથ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તાંબેએ કહ્યું, ‘તેણે 2017માં સૌરાષ્ટ્ર વિરૂદ્ધ 169 રન બનાવ્યા અને પછી ગુજરાત સામે બેવડી સદી ફટકારી. તે પોતાની વય જૂથમાં આવું કરનાર રાજ્યનો પ્રથમ ક્રિકેટર છે. જે બાદ તેણે અંડર-16 સ્તર પર ત્રેવડી સદી ફટકારી હતી, જે મહારાષ્ટ્રના કોઈપણ ખેલાડી માટે ઈતિહાસ છે. તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.