TV9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની બીજી સિઝનની જાહેરાત, વિજેતાઓને મળશે 5 લાખ રૂપિયાનું ઈનામ

TV9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની બીજી સિઝનની જાહેરાત થઈ ગઈ છે. 15-17 મે દરમિયાન હૈદરાબાદની ગોપીચંદ એકેડેમી ખાતે આ ટુર્નામેન્ટ યોજાશે. પદ્મ ભૂષણ પુલેલા ગોપીચંદના સહયોગથી આયોજિત આ ચેમ્પિયનશિપ વિજેતાઓને 5 લાખ રૂપિયાની ઈનામી રકમ આપે છે.

TV9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની બીજી સિઝનની જાહેરાત, વિજેતાઓને મળશે 5 લાખ રૂપિયાનું ઈનામ
TV9 Badminton
| Updated on: Apr 17, 2026 | 5:52 PM

TV9 નેટવર્ક દ્વારા અગાઉ આયોજિત કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ સફળ રહી હતી. તેનાથી પ્રોફેશનલિઝમની સાથે સ્પર્ધાત્મક ભાવના જગાડવામાં મદદ મળી. આ ચેમ્પિયનશિપ અનેક બિઝનેસ લીડર્સને એકસાથે એક મચાન પર લાવવામાં સફળ રહ્યું. સિઝન 1 ની સફળતા પછી હવે કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની બીજી સિઝન શરૂ થવા જઈ રહી છે.

TV9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ

કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની પ્રથમ સિઝનમાં માઈક્રોસોફ્ટ, ઈન્ફોસિસ, એમેઝોન, આઈકેઈએ, મેક માય ટ્રિપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, એબીબી, ડો. રેડ્ડીઝ, નોવાર્ટિસ, ડેલ, કેબજામિની, ગ્રીનકો સહિતની કંપનીઓએ ભાગ લીધો હતો અને 1000 થી વધુ મેચો રમાઈ હતી.

બીજી સિઝન 15 થી 17 મે દરમિયાન યોજાશે

હવે કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની બીજી સિઝન આવી રહી છે. જે પહેલી સિઝન કરતા વધુ મોટી ઈવેન્ટ છે. આ ચેમ્પિયનશિપ 15 થી 17 મે દરમિયાન હૈદરાબાદમાં ફેમસ ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે યોજાશે.

બેડમિન્ટન આઈકોન પુલેલા ગોપીચંદનો સહયોગ

આ ચેમ્પિયનશિપ ભારતના સૌથી સફળ બેડમિન્ટન આઈકોન પદ્મ ભૂષણ પુલેલા ગોપીચંદના માર્ગદર્શનમાં યોજાશે. ભારતની બેડમિન્ટનમાં સફળતા પાછળ ગોપીચંદનો સૌથી મોટો હાથ છે. તેમણે વિશ્વ કક્ષાના ખેલાડીઓને તૈયાર કર્યા છે અને ભારતમાં બેડમિન્ટનને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ચેમ્પિયનશિપ સાથે તેમના જોડાવાથી વિશ્વ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન સફળ થશે.

ચેમ્પિયનશિપમાં કેટલી કેટેગરી?

ચેમ્પિયનશિપમાં મેન્સ કેટેગરીમાં મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સ કેટેગરી છે. જેમાં એક ટીમમાં ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 5 ખેલાડીઓ હોવા જોઈએ. બધા એક જ કંપનીના હોવા જોઈએ. ઓપન કેટેગરીમાં વુમન્સ સિંગલ્સ, મિક્સ ડબલ્સ કેટેગરી છે, જેમાં અલગ-અલગ કંપનીના લોકો પણ ભાગ લઈ શકે છે.

વિજેતાઓને 5 લાખ રૂપિયાના ઈનામો

ચેમ્પિયનશિપની બધી શ્રેણીઓમાં વિજેતાઓને 5 લાખનું ઈનામ આપવામાં આવશે. આ સિવાય વિજેતાઓને એક આકર્ષક ટ્રોફી પણ આપવામાં આવશે.

કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું?

ઈવેન્ટમાં ભાગ લેવા માટે નીચેના નંબર પર સંપર્ક કરો

આંધ્ર-તેલંગાણા: MN ચાર્ય: 9948299698, કર્ણાટક: શ્રીધર: 9008026103, કોલકાતા: મોહુઆ રોય: 8334872780, દિલ્હી: વિકાસ: 9810266385, ગુજરાત: મૌલિક શાહ: 9909941698, મહારાષ્ટ્ર: ભુષણ : 9820139372

www.tv9x.com/corporatecup પર લોગ ઈન કરો અને રજીસ્ટર કરો. કોઈપણ પ્રશ્નો માટે: corporatecup@tv9.com પર ઇમેઇલ કરો અથવા 70320 03222 પર કૉલ કરો.

Breaking News: રાજસ્થાન રોયલ્સના મેનેજરને ચાલુ મેચમાં ફોન યુઝ કરવાની મળી સજા, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું શું થયું?

Follow Us