Ravi Shastri ને ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટરની ઓફર માટે BCCI થી આવ્યા હતા 7 મિસ્ડ કોલ

|

Apr 26, 2022 | 8:33 PM

Ravi Shastri : રવિ શાસ્ત્રી 2 વર્ષથી ટીમ ઈન્ડિયા (Team India) ના ડાયરેક્ટર રહ્યા હતા. ત્યારબાદ તે 4 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પણ રહ્યા હતા.

Ravi Shastri ને ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટરની ઓફર માટે BCCI થી આવ્યા હતા 7 મિસ્ડ કોલ
Ravi Shastri (File Photo)

Follow us on

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર રવિ શાસ્ત્રી (Ravi Shastri) લગભગ 4 વર્ષથી ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ હતા. ટીમ ઈન્ડિયાએ પોતાના કાર્યકાળ દરમિયાન ભલે કોઈ આઈસીસી ટ્રોફી જીતી ન હોય. પરંતુ ઓસ્ટ્રેલિયામાં 2 વખત ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવી અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ મુલતવી રહી ત્યારે સિરીઝમાં 2-1 થી લીડ મેળવવી તે તેની કેટલીક ખાસ સિદ્ધિઓ છે. રવિ શાસ્ત્રીનો આ કાર્યકાળ વર્ષ 2017 થી નવેમ્બર 2021 સુધી ચાલ્યો હતો. જો કે તે પહેલા 2 વખત ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન જ 2007 માં પ્રથમ વખત અને 2014 માં બીજી વખત 2 વર્ષ માટે ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા.

આવી રીતે રવિ શાસ્ત્રીને આવી હતી ઓફર

હવે રવિ શાસ્ત્રીએ તેમની 2014 ની નિમણૂક વિશે એક વાત સંભળાવી હતી. રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો, ‘હું 2014 માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસની ઓવલ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યો હતો. 6 કે 7 મિસ્ડ કોલ પછી મારે બ્રેક લેવો પડ્યો. હું આશ્ચર્યમાં હતો. સાત મિસ્ડ કોલ, શું થયું હશે? આ કોલ બીસીસીઆઈના હતા અને મને કહેવામાં આવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે તમે કોઈપણ સંજોગોમાં આવતીકાલથી ટીમ ઈન્ડિયાને નિર્દેશિત કરો.

મેં તેને કહ્યું કે મારે મારા પરિવાર અને કોમર્શિયલ પાર્ટનર સાથે વાત કરવી પડશે પણ જવાબ મળ્યો કે એ બધું જોઈ લઇશું. શાસ્ત્રીએ કહ્યું કે તમે જોયું જ હશે કે જ્યારે હું ODI મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના સેટઅપમાં જોડાયો ત્યારે હું જીન્સમાં હતો. મારી નોકરી અચાનક બદલાઈ ગઈ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રવિ શાસ્ત્રી (Ravi Shastri) 2014 થી 2016 સુધી ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર પદે રહ્યા હતા. ત્યારબાદ 2016 માં અનિલ કુંબલે (Anil Kumble) ને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2017) બાદ અનિલ કુંબલેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી રવિ શાસ્ત્રી ફરીથી ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. હાલ રાહુલ દ્રવિડ (Ravi Shastri) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે.

આ પણ વાંચો : Khelo India University Games: ગુજરાત યુનિવર્સિટીનો ડંકો વાગ્યો, રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ પાસે સચિન-ઝહીર સહિત 18 સપોર્ટિંગ સ્ટાફની ફોજ છે, હાર માટે માત્ર રોહિત જ કેમ જવાબદાર?

Next Article