ભારતનો યુવા બેટ્સમેન તિલક વર્મા (Tilak Varma) દેશના ઉભરતા સ્ટાર્સમાંના એક છે. તેને દેશનું ભવિષ્ય કહેવામાં આવી રહ્યો છે. તેની પાસે ટીમ ઈન્ડિયા (Team India) ને આગળ લઈ જવાની શક્તિ છે. ભારતીય ક્રિકેટ ટીમે ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ (Asian Games 2023) ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારતીય સ્પિનરોએ બાંગ્લાદેશને મોટો સ્કોર કરવા દીધો ન હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 96 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તિલકે આ મેચમાં 55 રનની અણનમ ઈનિંગ રમી હતી.
For ma, who brings me out of tough phases, who’s always stood by me and is my biggest motivation ❤️
— Tilak Varma (@TilakV9) October 6, 2023
આ મેચમાં જ્યારે તિલકે પોતાના 50 રન પૂરા કર્યા ત્યારે તેણે જે રીતે સેલિબ્રેશન કર્યું તે જોવા જેવું હતું. 50 રન પૂરા કર્યા બાદ તેણે તેની ટી-શર્ટ ઉંચી કરી અને તેનું એક ટેટૂ બતાવ્યું. તેની પાંસળી પર તેના માતા-પિતાનું ટેટૂ છે. શાનદાર ઈનિંગ રમ્યા બાદ તે આ ટેટૂ બતાવી રહ્યો હતો. તિલકનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં તિલકે તોફાની સ્ટાઈલમાં બેટિંગ કરી માત્ર 26 બોલનો સામનો કરી બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે રુતુરાજ ગાયકવાડ સાથે મળીને ટીમને જીત અપાવી હતી. કેપ્ટન ગાયકવાડે 26 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : IND vs BAN: ટીમ ઈન્ડિયામાં જોડાયો એન્જિનિયર, ચીનમાં બતાવ્યો દમ
તિલકને IPLથી ભારતીય ક્રિકેટમાં ઓળખ મળી હતી. IPLમાં તે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તે IPL 2022માં મુંબઈની ટીમમાં આવ્યો હતો અને તેણે તેની બેટિંગથી તેને ઘણો પ્રભાવિત કર્યો હતો. આ પછી તેણે IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું. ત્યારથી તેને ભારતનું ભવિષ્ય કહેવામાં આવે છે. આ પછી, તેણે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર T20 ડેબ્યૂ કર્યું. તિલકે ત્રણ મેચની શ્રેણીમાં 139 રન બનાવ્યા હતા. તે પોતાની બેટિંગથી સતત પ્રભાવિત કરી રહ્યો છે.