Asia Cup 2023 : તિલક વર્માનું એશિયા કપ ડેબ્યુ નક્કી, પોતે કર્યો ખુલાસો, જુઓ Video

|

Aug 22, 2023 | 3:16 PM

તિલક વર્માની 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ODI ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પ્રથમ વખત તેને ODI ટીમમાં સ્થાન મળ્યું છે. સંજુ સેમસન કરતાં તિલક વર્માને પસંદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તિલક વર્માએ પોતાની પસંદગી બાદ મોટો ખુલાસો કર્યો છે.

Asia Cup 2023 : તિલક વર્માનું એશિયા કપ ડેબ્યુ નક્કી, પોતે કર્યો ખુલાસો, જુઓ Video
Tilak Verma

Follow us on

એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્મા (Tilak Verma)ને પ્રથમ વખત ODI ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તિલકે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું અને તેનું પ્રદર્શન જોઈને ટીમ ઈન્ડિયાએ તેને એશિયા કપ માટે પણ પસંદ કર્યો હતો. તેની પસંદગી પર તિલક વર્માની પ્રતિક્રિયા પણ આવી છે અને મોટા સમાચાર એ છે કે તેણે પોતાના ડેબ્યુ વિશે પણ વાત કરી છે. હા, BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે પોતે કહ્યું હતું કે તે એશિયા કપમાં ડેબ્યૂ કરવાનો છે.

BCCIએ સેર કર્યો વીડિયો

તિલક વર્માએ આયર્લેન્ડમાં કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે એશિયા કપમાં જ ડેબ્યૂ કરશે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે વનડેમાં ડેબ્યૂ કરવાનું હંમેશા તેનું સપનું હતું. તાજેતરમાં જ મેં T20માં ડેબ્યૂ કર્યું અને બીજા જ મહિને મને એશિયા કપ માટે ટીમમાં જગ્યા મળી. તે એક સ્વપ્ન જેવું છે અને હા હું તેની તૈયારી કરી રહ્યો છું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વન ડેમાં સારો દેખાવ કરવાનો વિશ્વાસ: તિલક

તિલક વર્માએ કહ્યું કે તેમને ODI ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો વિશ્વાસ છે. તિલકના કહેવા પ્રમાણે, તેમને ODI ક્રિકેટમાં રમવાનો લાંબો અનુભવ છે. તિલકે કહ્યું કે તેણે લિસ્ટ Aમાં સારું પ્રદર્શન કર્યું છે, તેથી તેને આ ફોર્મેટમાં પોતાના પર ઘણો વિશ્વાસ છે. તિલક વર્માએ લિસ્ટ Aમાં 25 મેચમાં 5 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેની એવરેજ પણ 56થી વધુ છે. આંકડાઓ પણ પુષ્ટિ કરે છે કે તે ODIમાં સારો દેખાવ કરી શકે છે.

આ પણ વાંચો : PAK vs AFG : શાહીન આફ્રિદીએ કેપ્ટન બાબર આઝમની લીધી ક્લાસ, જુઓ Video

તિલક પદાર્પણ કરે તો બહાર કોણ બેસશે?

જો કે તિલક વર્મા એશિયા કપમાં પોતાના વનડે ડેબ્યૂની વાત કરી રહ્યો છે, તો વાલ એ છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં કોણ સ્થાને રમશે ? કારણ કે શ્રેયસ અય્યરની વાપસી બાદ તેને પ્લેઈંગ 11માં રમવામાં મુશ્કેલી પડી રહી છે. માનવામાં આવે છે કે શ્રેયસ ચોથા નંબર પર રમશે. આ ઉપરાંત જો કેએલ રાહુલ એશિયા કપની પ્રથમ મેચમાં રમવા માટે નિશ્ચિત નથી, તો ઇશાન કિશન પણ પ્લેઇંગ ઇલેવનમાં હશે. તો સવાલ એ છે કે પ્લેઈંગ ઈલેવનમાં તિલક વર્માની એન્ટ્રી કેવી રીતે થશે? તિલક વર્માની એન્ટ્રી ત્યારે જ થઈ શકે જ્યારે શ્રેયસ અય્યરને ટીમની બહાર રાખવામાં આવે, જે લગભગ અશક્ય ગણી શકાય. આ બધું ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર છે. ટીમ ઈન્ડિયાએ નક્કી કરવાનું છે કે તેઓ કેવા પ્રકારની પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article