વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 18મી મેચ શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા (Australia) એ આ મેચ 62 રને જીતી લીધી હતી. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાનો આ બીજો વિજય છે. પાકિસ્તાન (Pakistan) ની આ બીજી હાર છે. બંને ટીમોના 4-4 પોઈન્ટ છે. આ મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસકર્મીઓએ ચાહકોને કાબૂમાં રાખવા માટે કેટલાક કડક પગલાં લીધા હતા. પોલીસે ચાહકોને વિરોધ રૂપે કાળા કપડાં ન પહેરવાની સલાહ આપી હતી. જો કે, દર્શકોના સ્ટેડિયમમાં પ્રવેશ વખતે પોલીસ તેમને ચોક્કસ રંગ અથવા ટીમની જર્સી પહેરવાથી રોકી શક્યા નહીં. ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશ અપાયા બાદ પોલીસ દ્વારા આ અંગે જણાવામાં આવ્યું હતું.
In a viral video on Twitter, a cop from Bengaluru was prohibiting Pakistani fan for saying ‘Pakistan Zindabad’. In the Australia Vs Pakistan Match at the Chinnaswamy Stadium#ICCCricketWorldCup #Bangalore #PAKvAUS #icccricketworldcup2023 pic.twitter.com/7wxR9cfsRy
— Kumar Ankit (@Kumar_Ankit03) October 20, 2023
પોલીસે ચાહકોને ઉશ્કેરણીજનક સૂત્રો સાથે પ્લેકાર્ડનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. સ્ટેડિયમની સુરક્ષા સંભાળતા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “અમને સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા પ્રશંસકોના પ્લેકાર્ડ અને બેનરો તપાસવાની સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.” બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતચીતનો એક વીડિયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો : Viral: ભારતીય ચાહકોએ માર્શના જન્મદિવસને બનાવ્યો ખાસ, આ Video દિલ જીતી લેશે
આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા દર્શકોને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ તેમને કહ્યું કે ઉચ્ચ અધિકારીઓનો આદેશ છે કે ખેલાડીઓ અને તેમના દેશના વિરુદ્ધ ઉશ્કેરણીજનક નારા લગાવવાની મંજૂરી નથી. તેથી અમે સૂચનાઓનું પાલન કરાવી રહ્યા છીએ. આ વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.