દરેક વ્યક્તિ સમજી રહ્યા છે કે વર્લ્ડ કપ (World Cup 2023) માં ભારતીય પીચો પર સ્પિન બોલરોની ભૂમિકા મહત્વની રહેશે. ભારતે પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમવાની છે. આ મેચથી સ્પિન બોલરો ટૂર્નામેન્ટમાં તેમની ભૂમિકા નક્કી કરશે. 50 ઓવરના ફોર્મેટમાં વચ્ચેની ઓવરો ખૂબ જ ‘નિર્ણાયક’ હોય છે. એક સમયે ‘કુલચા‘ (Kulcha) જોડી આ ઓવરોમાં પોતાની તાકાત બતાવતી હતી પરંતુ હવે આગામી વનડે વર્લ્ડ કપમાં ‘કુલજા‘ (Kulja) ની જોડી આ કામ કરતી જોવા મળશે.
2019ની સરખામણીમાં 2023ના વર્લ્ડ કપમાં કેપ્ટન અને કોચ પણ અલગ છે. વિચારવાનો અને સમજવાનો દ્રષ્ટિકોણ પણ અલગ છે. એટલા માટે હવે ટીમ ઈન્ડિયાનું ટ્રમ્પ કાર્ડ ‘કુલચા’ નહીં પરંતુ ‘કુલજા’ની જોડી છે. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા વિપક્ષી ટીમને મિડલ ઓવરમાં પરેશાન કરી શકે છે અને જરૂરી સમયે વિકેટ પણ લઈ શકે છે.
આ જોડી પણ કમાલ છે. બંને બોલરોમાં સમાનતા એ છે કે બંને ડાબા હાથના બોલર છે. છતાં બંનેની બોલિંગ શૈલીમાં ઘણો તફાવત છે. રવિન્દ્ર જાડેજા 90 કિલોમીટર પ્રતિ કલાકથી થોડી વધુ ઝડપે બોલિંગ કરે છે. કુલદીપ યાદવ તેની બોલિંગની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રાખે છે. રવિન્દ્ર જાડેજા એક ઓવરમાં એક જ વિકેટ પર 6 બોલ સમાન પેસ અને સ્પિન સાથે ફેંકી શકે છે, જ્યારે એક જ ઓવરમાં અનેક વેરિએશન કરે છે.
કાંડા સ્પિનની સાથે તે ગુગલી અને ફ્લિપરથી પણ બેટ્સમેનને પરેશાન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, રવિન્દ્ર જાડેજા બેટ્સમેન ભૂલ કરે તેની રાહ જુએ છે, જ્યારે કુલદીપ યાદવ તેની બોલિંગથી ખેલાડીને ભૂલો કરાવવાનો પ્રયાસ કરે છે. એટલા માટે આ જોડીને વર્લ્ડ કપમાં ભારતનું સૌથી મજબૂત પાસું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : World Cup 2023: આ 7 ખેલાડી હતા 2019 વર્લ્ડકપ ટીમનો હિસ્સો, 4 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા
કેપ્ટન તરીકે, રોહિત શર્મા તેની બેટિંગમાં ઊંડાણ ઇચ્છે છે. જ્યારે આ માપદંડ પર આવે છે, ત્યારે રવિન્દ્ર જાડેજા ‘ઓટોમેટિક ચોઈસ’ બની જાય છે. તેની બોલિંગ અને બેટિંગ બંને ટીમ ઈન્ડિયા માટે મૂલ્યવાન છે. આ સિવાય તે એક ઉત્તમ ફિલ્ડર છે, જે બોનસ સમાન છે. હવે જ્યારે તમે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની બેટિંગની સરખામણી કરો છો, તો તમે જોશો કે કુલદીપ યાદવ અહીં વધુ સારો રેકોર્ડ ધરાવે છે. મુશ્કેલ સંજોગોમાં કુલદીપ યાદવ થોડો સમય ક્રિઝ પર વિતાવી શકે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે એક સદી અને 6 અડધી સદી સામેલ છે. ટો બીજી તરફ ચહલનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 42 રન છે જ્યારે વનડેમાં 18 રન અને T20માં 3 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. દેખીતી રીતે આ આંકડાઓ બેટિંગના મામલે કોઈને પ્રભાવિત કરતા નથી.
ચહલ અને કુલદીપના ઓલરાઉન્ડ આંકડાઓ પર નજર કરવામાં આવે ટો કુલદીપનો હાથ છેલ્લા એક વર્ષમાં ઉપર રહ્યો છે. રોહિત શર્મા પણ ટીમમાં બેટિંગમાં ઊંડાણ ઈચ્છે છે, અને કુલદીપ પર નટીમ ઓવરોમાં નીચલા ક્રમે કેટલાક સારા શોર્ટની ટીમ ઈન્ડિયા અપેક્ષા રાખી શકે છે. આ સિવાય બોલિંગમાં પણ કુલદીપ હાલ શાનદાર ફોર્મમાં છે અને જાડેજા સાથે તેની જોડી વેસ્ટ ઈન્ડિઝ બાદ હાલ એશિયા કપમાં સારું પ્રદર્શન કરી રહી છે. એવામાં ‘કુલચા’ના સાથે ‘કુલજા’ને વર્લ્ડ કપમાં તક આપવી વધુ હિતાવર સાબિત થઈ શકે છે.