ભારત માટે 100થી વધુ ટેસ્ટ રમનાર ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યો છે. ઈશાંત ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે તે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. 34 વર્ષીય ઈશાંતે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2021માં રમી હતી. હાલ સિરાજ, અર્શદીપ, નવદીપ, ઉમરાન સહિત અનેક ફાસ્ટ બોલરો ટીમમાં જગ્યા બનાવવવાની રેસમાં છે. એવામાં ઈશાંતના ટીમમાં સામેલ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. આ બધા વચ્ચે ઈશાંત ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સીરિઝમાં જોવા મળશે.
ઈશાંત શર્માને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી આમ છતાં તે આ સિરીઝમાં જોવા મળશે. જો કે તે મેદાન પર જોવા નહીં મળે, પરંતુ મેદાનની બહાર કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટેટરની ભૂમિકા ભજવશે. ઇશાંત શર્માનો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સીરિઝઆમ ટેસ્ટ ડેબ્યૂ થશે.
Ishant Sharma will be part of Commentary panel in WI v IND Series. pic.twitter.com/aaXODrZ929
— CricketGully (@thecricketgully) July 9, 2023
12 જુલાઈથી શરૂ થતી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી ટેસ્ટમાં ઈશાંત કોમેન્ટ્રી કરતો જોવા મળશે. ઈશાંત શર્મા આ સીરિઝમાં કોમેન્ટેટર તરીકે આ શ્રેણીનો ભાગ હશે. જમણા હાથનો ફાસ્ટ બોલર ઈશાંત JioCinema પર કોમેન્ટ્રી કરશે.
ઈશાંત શર્મા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે એવામાં તે જલ્દી નિવૃત્તિ જેર કરશે એવી અનેક ફેન્સને આશંકા હતી. આ અફવા વચ્ચે ઈશાંત શર્માએ બધાને ચોંકાવતા કોમેન્ટેટર તરીકે નવી ભૂમિકા નિભાવવાની તૈયારી કરી લીધી છે. ઈશાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા વિના કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. આ પહેલા ભારતનો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ નિવૃત્તિ પહેલા જ કોમેન્ટેટર તરીકે અનેક શ્રેણીમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે ક્રિકેટરો નિવૃત્તિ બાદ કોમેન્ટેટરની ભૂમિકા નિભાવતા હોય છે.
Ishant Sharma will be doing commentary for India Vs West Indies series. pic.twitter.com/xhzJxYkMAZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2023
ઈશાંત શર્માએ ભારત તરફથી 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે જ્યારે 80 વનડેમાં તેણે 115 વિકેટ ઝડપી છે જ્યારે ઈશાંત શર્માએ 14 T20 ઈન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ ઝડપી છે. IPLમાં ઈશાંત શર્માએ અત્યાર સુધી 101 મેચ રમી છે અને તેણે 35.05ની એવરેજ સાથે 83 વિકેટ લીધી છે.