AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પહેલી T20માં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, કેપ્ટનની શાનદાર ફિફ્ટી

ભારતીય મહિલા ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાએ પહેલી T20 મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારી ભારતની જીત નિશ્ચિત કરી હતી.

Breaking News: પહેલી T20માં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, કેપ્ટનની શાનદાર ફિફ્ટી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 5:03 PM
Share

કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ T20 સીરિઝ યોજાશે. આ સીરિઝની પહેલી T20 મેચ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી વિજયી શરૂઆત કરી હતી. સાથે જ ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ પણ મેળવી લીધી હતી.

ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી T20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બાંગ્લાદેશની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય મહિલા ટીમની પ્લેઇંગ 11માં કેપ્ટન હરમનપ્રીત કૌર, વિકેટ કીપર યાસ્તિકા ભાટિયા, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, બારેડી અનુષા અને મિન્નુ મણિનો સમાવેશ થયો હતો.

ટીમ ઈન્ડિયાને જીતવા 115 રનનો ટાર્ગેટ

પહેલી T20માં ટોસ હારી પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની શોરના અક્તરે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા, જ્યારે ભારતની શેફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર અને મિન્નુ મણિએ એક-એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : PHOTOS : સાજો થઈ ગયો રિષભ પંતનો પગ ? હાર્દિક પડંયા સાથે દેખાયો, ટૂંક સમયમાં મેદાન પર મચાવશે ધમાલ

હરમનપ્રીત કૌરની વિજયી ફિફ્ટી

115 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર શેફાલી વર્મા શૂન્ય રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જેમિમાહ રોડ્રિગ્સ પણ કોઈ ખાસ કમાલ કરી ના શકી અને માત્ર 11 રન બનાવી આઉટ થઈ હતી. જે બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના વચ્ચે 71 રનની પાર્ટનરશિપ થઈ હતી. સ્મૃતિ મંધાના 34 બોલમાં 38 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે હરમનપ્રીત કૌરે કેપ્ટન ઇનિંગ રમતા 35 બોલમાં દમદાર 54 રન ફટકારી ટીમને શાનદાર જીત અપાવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">