ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, IPLની જેમ દક્ષિણ આફ્રિકામાં T20 લીગ રમાશે

|

Apr 30, 2022 | 6:45 PM

Cricket South Africa : ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) જેમ આ ટુર્નામેન્ટમાં દરેક ટીમની પ્લેઈંગ ઈલેવનમાં વધુમાં વધુ ચાર વિદેશી ખેલાડીઓ હશે. સ્પર્ધાની પ્રથમ સિઝન 2023માં દક્ષિણ આફ્રિકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તરત જ રમાશે.

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, IPLની જેમ દક્ષિણ આફ્રિકામાં T20 લીગ રમાશે
Cricket South Africa (PC: ICC)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની જેમ હવે દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) માં T20 લીગ શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ શુક્રવારે નવી 6 ટીમની ફ્રેન્ચાઇઝી આધારિત T20 લીગની જાહેરાત કરી છે. આ લીગનું આયોજન આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે.

સાઉથ આફ્રિકામાં શરૂ થનારી આ નવી લીગમાં શરૂઆતના તબક્કામાં તમામ ટીમો એકબીજા સામે 2 વખત રમશે. ત્યાર બાદ ટોચની 3 ટીમો પ્લે ઓફ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. આ લીગમાં કુલ 33 મેચો રમાશે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની જેમ આ ટુર્નામેન્ટમાં દરેક ટીમની પ્લેઈંગ ઈલેવનમાં વધુમાં વધુ 4 વિદેશી ખેલાડીઓ હશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ક્રિકેટ સાઉથ આફ્રિકાના CEO એ કરી જાહેરાત

ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફોલેટ્સી મોસેક્કીએ કહ્યું, “અમે આ નવી પહેલથી ઉત્સાહિત છીએ. તે ફ્રેન્ચાઈઝી દ્વારા ખાનગી રોકાણની તક પણ પૂરી પાડશે. મોસેક્કીએ જણાવ્યું હતું કે લીગ અને ટીમો બંને માટે એક ટકાઉ ટ્રેડિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે. જે સારી રકમ સાથે શ્રેષ્ઠ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આકર્ષિત કરશે.

ક્રિકેટ સાઉથ આફ્રિકા અને બ્રોડકાસ્ટર સુપરસ્પોર્ટ દ્વારા રચાયેલી નવી કંપની ટુર્નામેન્ટનું સંચાલન કરશે. લીગની હરાજીની તારીખ, મેચનું સમયપત્રક અને અન્ય વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. સ્પર્ધાની પ્રથમ સિઝન જાન્યુઆરી 2023 માં દક્ષિણ આફ્રિકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તરત જ રમાશે.

 

સાઉથ આફ્રિકાને યજમાનીનો શાનદાર અનુભવ

ક્રિકેટ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે દક્ષિણ આફ્રિકાને ખૂબ જ સુરક્ષિત અને અદ્ભુત દેશ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે વર્ષ 2009માં લોકસભાની ચૂંટણીને કારણે આઈપીએલની બીજી સીઝનનું દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. થોડા મહિના પહેલા ભારતીય ટીમ કોરોના વાયરસના કહેર વચ્ચે આ દેશના પ્રવાસે ગઈ હતી. ત્યાર પછી ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ શ્રેણીને શાનદાર રીતે આયોજિત કરી હતી.

આ પણ વાંચો : IPL 2022 : યશ દયાલથી લઈને અર્શદીપ સુધી, આ 6 ખેલાડીમાં છે ‘ઝહીર ખાન’ બનવાની તાકાત

આ પણ વાંચો : IPL 2022: કૃણાલ પંડ્યામાં એકા એક કંજૂસાઈ ક્યાંથી આવી ગઈ? જાતે જ બતાવ્યુ રન બચાવવાની આવડતનુ રાઝ

Next Article