T20 World Cup પૂર્વ કેપ્ટનને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરાયો, કોર્ટે 8 વર્ષની જેલની સજા રદ કરી

|

May 16, 2024 | 10:25 AM

નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નેપાળની પાટણ હાઈકોર્ટે બળાત્કાર કેસમાં સંદીપને નિર્દોષ જાહેર કર્યો છે. હવે ટી 20 વર્લ્ડકપ 2024માં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

T20 World Cup પૂર્વ કેપ્ટનને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરાયો, કોર્ટે 8 વર્ષની જેલની સજા રદ કરી

Follow us on

નેપાળની કોર્ટે બુધવારના રોજ સ્ટાર ક્રિકેટ ખેલાડી અને નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને બળાત્કારના આરોપથી નિર્દોષ જાહેર કર્યો છે અને 8 વર્ષની સજા રદ કરી છે. તેમજ તમામ આરોપો નકારી કાઢ્યા છે. 17 વર્ષની છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, કાઠમાંડુની એક હોટલના રુમમાં સંદીપે તેની સાથે બળાત્કાર કર્યો છે. નેપાળની અદાલતે ક્રિકેટર સંદીપ લામિછાને બળાત્કારના આ મામલે 8 વર્ષની સજા પણ સંભળાવી હતી.

 

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

બળાત્કાર કેસમાં સંદીપને નિર્દોષ જાહેર

નેપાળની પાટણ હાઈકોર્ટે બળાત્કાર કેસમાં સંદીપને નિર્દોષ જાહેર કર્યો છે. પીડિતાએ કહ્યું હતું કે, 21 ઓગસ્ટ 2022ના રોજ તેનું યૌન શોષણ થયું હતુ.પીડિતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી ત્યારબાદ લામિછાની તરત જ ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતમાં આ મામલે સુનાવણી પહેલા જેલમાં દિવસો પસાર કરવા પડ્યા હતા.

બીજી બાજુ 23 વર્ષના સંદીપ માટે બીજા સારા સમાચાર એ છે કે, ક્રિકેટ એસોશિએશન ઓફ નેપાળ તરફથી આવ્યા છે. નેપાળ ક્રિકેટ એસોશિએશને હાઈકોર્ટના નિર્ણય બાદ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. તેમણે સંદીપને ટી20 વર્લ્ડકપ માટે નેપાળની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

ટી20 વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી

તમને જણાવી દઈએ કે, નેપાળે પહેલાથી જ ટી20 વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ આઈસીસીએ તમામ ટીમને 25 મે સુધી પોતાના સ્કવોર્ડમાં ફેરફાર કરવાની પરવાનગી આપી છે. હવે સંદીપને ટીમમાં સામેલ કરવામાં આવશે. 15 સભ્યોની નેપાળની ટીમની કેપ્ટનશીપ રોહિત પૌડેલ કરશે. નેપાળની ટીમ પહેલી મેચ 4 જૂનના રોજ નેધરલેન્ડ વિરુદ્ધ રમશે.

IPL રમનાર નેપાળનો પહેલો ખેલાડી છે સંદીપ

સંદીપ નેપાળનો સ્ટાર ખેલાડી છે. તે દેશનો એક માત્ર ખેલાડી છે જે દુનિયાભરની ક્રિકેટ લીગ રમી રહ્યો છે. સંદીપ આઈપીએલ રમનાર નેપાળનો પહેલો ક્રિકેટર પણ છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની બિગ બૈશ લીગ, કેરેબિયન પ્રીમિયર લીગ અને લંકા પ્રીમિયર લીગ સહિત અનેક લીગમાં રમી ચુક્યો છે. સ્પિનર સંદીપને સૌથી પહેલા ઓળખ 2018માં મળી હતી. જ્યારે તેની પહેલી ઓળખ આઈપીએલમાંથી મળી હતી. તે માત્ર 17 વર્ષનો હતો અને દિલ્હી ડેયરડેવિલ્સે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024માં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે સંજીવ ગોયન્કા, સ્પોર્ટ્સ બિઝનેસમેનના પરિવાર વિશે જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article