પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે દુબઇમાં રમાયેલી ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) સેમિફાઇનલ મેચ દરમ્યાન સાનિયા મિર્ઝા (Sania Mirza) જોવા મળી હતી. પતિ શોએબ મલિકને સેમિફાઇનલમાં રમતો જોવા અને તેને ચિયર કરવા માટે ભારતીય ટેનિસ સ્ટાર સ્ટેડિયમ પહોંચી હતી. શોએબ મલિક (Shoaib Malik) મેચ દરમ્યાન ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે પાકિસ્તાન પણ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયુ હતુ. આમ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલની ટિકિટ કાપી લીધી હતી, જ્યારે પાકિસ્તાન વિશ્વકપમાંથી બહાર ફેંકાઇ ગયુ હતુ.
મેચ દરમ્યાન જ સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. સાનિયા ભારતના કટ્ટર દુશ્મન ગણાતા પાકિસ્તાનની ટીમના હિસ્સો રહેલા પોતાના પતિને સમર્થન કરી રહી હતી. તે મેચ દરમ્યાન અવાર નવાર તે પોતાના પતિ અને કટ્ટર દુશન પાકિસ્તાન માટે તાળીઓ પાડવા ઉપરાંત ઉત્સાહમાં આવીને સમર્થન કરતી નજરે પડી હતી. જેને લઇને તેને ભારતીય ફેન્સ દ્વારા નિશાન બનાવી હતી.
સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝાને લઇને અનેક પ્રકારની કોમેન્ટો લખવાામ આવી છે. જેમાં તેના પ્રત્યે ભારતીય ચાહકોએ ખૂબ જ નફરત દર્શાવી હતી. તો કેટલાક યુઝર્સે તો તેને દુશ્મન દેશની ટીમને સમર્થન કરવાને લઇને દેશદોહ્રી પણ કહી દીધી હતી. યુઝર્સે તેણે પાકિસ્તાનની કઇ કઇ મેચમાં સમર્થન કર્યુ હતુ તેના પણ ફોટા શેર કર્યા હતા.
This is the reason why she left playing for India after marrying a Pakistani..
So that she can cheer for pakistan full heartedly..
Cancel her indian citizenship & take away the awards from her…#SaniaMirza pic.twitter.com/USb3yWOuPm
— Nightmare 🚩 (@asksp02) November 11, 2021
I Don’t Know The Reason Why Sania Mirza Didn’t Went to Pakistan along with her husband
What’s Reason? May be PAK won’t Allows her To Play tennis Without Burka.#PAKvAUS pic.twitter.com/coQl6Via9f
— SanJOE (@YaareKugaadali) November 11, 2021
True example of #NamakHaram
Sania Mirza in the stadium and supports Pakistan..mother india has so back stabbers @KapilMishra_IND
RT maximum pic.twitter.com/jfTFykIw7N— Ashish Mishra (@ashishmishra3) November 11, 2021
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમની હાર થઇ હતી. પહેલા તો એક બાદ એક ઓસ્ટ્રેલિયાની વિકેટો નિયમીત રુપે પડવા લાગી હતી. જેને લઇને પાકિસ્તાની સમર્થકોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વેડેએ ધુંઆધાર ઇનીંગ રમતા પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. આ પહેલા બુધવારે ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પોતાનુ સ્થાન નિશ્વિત કરી દીધુ હતુ. જેને લઇને હવે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલનો જંગ ખેલાશે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હાર આપી હતી. પાકિસ્તાન પણ ફાઇનલમાં પહોંચવાના અને ટ્રોફી પોતાના હાથમાં લેવાનુ સપનુ જોઇ રહયુ હતુ. પરંતુ ઓસ્ટ્રેલિયાએ તેના સપનાઓને રગદોળી દીધુ હતુ.
Published On - 12:06 am, Fri, 12 November 21