Hardik Pandya New Girlfriend : આ છે હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ ? 33 નંબરથી ખુલ્યું રહસ્ય

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ પહેલી બે મેચમાં જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ બંને મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એશિયા કપમાં દમદાર પ્રદર્શન કરી રહેલો હાર્દિક પંડ્યા મોડેલ મહિકા શર્મા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Hardik Pandya New Girlfriend : આ છે હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ ? 33 નંબરથી ખુલ્યું રહસ્ય
Hardik Pandya's new girlfriend
Image Credit source: INSTAGRAM
| Updated on: Sep 16, 2025 | 3:53 PM

એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલ હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યો છે. અહેવાલો છે કે હાર્દિક પંડ્યાના જીવનમાં એક નવી છોકરી આવી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં એક મોડેલે તેના હાથ પર 33 નંબર લખ્યો છે જે હાર્દિક પંડ્યાનો જર્સી નંબર છે. એટલું જ નહીં, તેની સેલ્ફીમાં એક વ્યક્તિ જોવા મળી રહી છે જે હાર્દિક પંડ્યા હોવાનું કહેવાય છે. આ મોડેલનું નામ મહિકા શર્મા છે જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. અહેવાલો છે કે હાર્દિક પંડ્યાનું જાસ્મિન વાલિયા સાથે બ્રેકઅપ થઈ ગયું છે અને હવે તે મહિકા શર્મા સાથે છે.

કોણ છે માહિકા શર્મા?

માહિકા શર્મા એક મોડેલ છે જે ભારતીય ફેશનમાં એક જાણીતું નામ બની રહી છે. પ્રોફેશનલ મોડેલ બનતા પહેલા, માહિકાએ અર્થશાસ્ત્ર અને ફાઈનાન્સમાં પણ ડિગ્રી મેળવી છે. માહિકાએ વીડિયો સોંગ અને ઘણી મોટી જાહેરાતોમાં કામ કર્યું છે. ફેશન ઈન્ડસ્ટ્રીમાં માહિકાએ મનીષ મલ્હોત્રા, અનિતા ડોંગરે અને તરુણ તાહિલિયાની સહિત ઘણા મોટા ફેશન ડિઝાઈનર્સ સાથે કામ કર્યું છે. વર્ષ 2024માં, તેણીએ ભારતીય ફેશન એવોર્ડ્સમાં મોડેલ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો.

 

માહિકા હાર્દિકની જેમ આત્મવિશ્વાસથી ભરેલી

જેમ હાર્દિક પંડ્યા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ખૂબ જ આત્મવિશ્વાસુ દેખાય છે, તેવી જ રીતે મહિકા પણ એવી જ આત્મવિશ્વાસુ છે. વર્ષ 2024માં, એક ફેશન ઈવેન્ટ દરમિયાન, તેણીની આંખોમાં ગંભીર એલર્જી હતી, પરંતુ તેમ છતાં તે આત્મવિશ્વાસથી રેમ્પ પર ચાલતી જોવા મળી હતી. ગૌરવ ગુપ્તાના એક શો દરમિયાન, રેમ્પ પર ચાલતી વખતે તેની એડી તૂટી ગઈ, તેમ છતાં તે ગભરાઈ નહીં અને ચાલતી રહી.

 

નતાશાથી છૂટાછેડા, જાસ્મીન સાથે બ્રેકઅપ

હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ તે બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથે જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાની ઘણી મેચોમાં જાસ્મિન સ્ટેડિયમમાં જોવા મળી હતી, પરંતુ હવે આ ખેલાડીનું નામ માહિકા સાથે જોડાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની કારમી હાર, 8 વિકેટથી મેચ હારી ગઈ ભારતીય ટીમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો