Team India: રવિ શાસ્ત્રી બાદ ટીમના હેડ કોચ તરીકે કોણ ? દેશ-વિદેશના આ દિગ્ગજો રેસમાં સામેલ

|

Aug 14, 2021 | 10:44 AM

ભારતીય ટીમ (Team India) વર્તમાનમાં વિશ્વની એક મજબૂત ટીમ મનાય છે. ટીમનો ધ્યેય હવે ફરી એક વાર વિશ્વચેમ્પિયન બનવાનો છે એ સ્વાભાવિક છે. આવા સમયે હવે હેડ કોચની જવાબદારી પસંદ કરવી મહત્વની બની જાય છે.

Team India: રવિ શાસ્ત્રી બાદ ટીમના હેડ કોચ તરીકે કોણ ? દેશ-વિદેશના આ દિગ્ગજો રેસમાં સામેલ
Ravi Shastri

Follow us on

Team India: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં 5 મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ત્યાર ભારતીય ટીમ T20 વિશ્વકપ (T20 World Cup) સિરીઝ રમશે. ભારતીય ટીમ (Team India) ના આ બંને મહત્વના કાર્યક્રમો બાદ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ની જવાબદારીઓ ટીમ ઇન્ડીયા સાથેની સમાપ્ત થશે. ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી હાલમાં ઇંગ્લેન્ડમાં છે. જ્યાં તેઓ ટીમ ને ઇગ્લેન્ડ સામે સિરીઝ જીતાડવા માટે પુરો દમ લગાવતા જોવા મળી રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં ભારતીય ટીમને નવા કોચ મળવાને લઇને ચર્ચાઓ તેજ બની સાથે જ, નામો ની ચર્ચાઓ પણ થવા લાગી રહી છે.

હાલમાં જે નામોની ચર્ચાઓ ચાલી રહી છે તેમાં, રાહુલ દ્રાવિડ (Rahul Dravid) નુ નામ સૌથી મુખ્યમાં લેવામાં આવી રહ્યુ છે. આ સિવાય પણ ત્રણ વિદેશી કોચના નામ પણ ચર્ચાઇ રહ્યા છે. દ્વાવિડે હાલમાં જ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડીયાના હેડ કોચ તરીકે જવાબદારી નિભાવી હતી. તેમની ભૂમિકા દરમ્યાન ભારતીય ટીમે શ્રીલંકા સામેની વન ડે સિરીઝ જીતી હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા એ શ્રીલંકા સામે T20 સિરીઝની પ્રથમ મેચમાં જીત મેળવી હતી.

દ્રાવિડ કોચ માટે ના દાવેદારોની યાદીમાં ટોચ પર છે. દ્રાવિડે નેશનલ ક્રિકેટ એકડમી (NCA) ના હાલમાં ચીફ છે. તેમણે આ સ્થાન પર પણ ટીમ ઇન્ડીયા સહિત યુવા ખેલાડીઓ માટે મહત્વની જવાબદારી નિભાવી છે. તેમની આ ભૂમિકાએ જ તેમને દાવેદારીને પ્રબળ કરી દીધી છે.

Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા

બીજા નંબરે ઓસ્ટ્રેલિયન પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડીનુ નામ લેવામાં આવી રહ્યુ છે. ટોમ મૂડી ઓસ્ટ્રેલિયાની બે વખતની વિશ્વવિજેતા ટીમના સભ્ય રહી ચુક્યા છે. મૂડીને ચાલાક અને ચપળ દિમાગનો ખેલાડી માનવામાં આવે છે. વર્ષ 2007માં વિશ્વકપ દરમ્યાન મૂડી શ્રીલંકન ટીમના કોચ હતા. જે ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. મૂડી શ્રીલંકા ઉપરાંત આઇપીએલ, પીએસએલ, સીપીએલ અને બીપીએલ જેવી T20 લીગમાં કોચ તરીકે ભૂમિકા નિભાવી ચુક્યા છે.

કોહલીની IPL ટીમના હેડ ડાયરેક્ટર પણ દાવેદાર

IPL માં વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ RCB ના હેડ ડાયરેક્ટર માઇક હસન પણ આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. દ્રાવિડ ઉપરાંત વિદેશી કોચ તરીકેના વિચારમાં હસનનુ નામ હાલમાં આગળ માની શકાય. કારણ કે, કોહલી અને હસન વચ્ચેના ટ્યૂનીંગને ધ્યાને રાખીને તેમનુ નામ ચર્ચાઇ રહ્યુ છે. તેઓએ બ્રેડ મેકકુલમ ની કેપ્ટશીપ ધરાવતી ન્યૂઝીલેન્ડની ટીમમાં આક્રમકતા અને જોશ ભરી દીધો હતો.

જયવર્ધને પણ રેસમાં

માહેલા જયવર્ધને પણ આ રેસમાં સામેલ છે. તેઓ એક ચાલાક ખેલાડી તરીકેની છાપ ધરાવતા હતા. તે હાલમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમના કોચ છે. તેમના કોચીંગ દરમ્યાન મુંબઇ ત્રણ વખત ટાઇટલ મેળવવામાં સફળ રહ્યુ છે. માહેલા અનેક મેચો ભારતમાં રમી ચુક્યા છે, તેઓ ટીમ ઇન્ડીયાના પ્લેયરોને અને માહોલને નજીક થી જાણે છે.

 

આ પણ વાંચોઃ Krunal Pandyaના કોરોના પ્રકરણમાં સામે આવી ગંભીર ભૂલ, મેડીકલ ટીમની ભૂલે 8 ખેલાડીઓને ફસાવ્યા

આ  પણ વાંચોઃ IND vs ENG: 75 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો આ બેટ્સમેને, 1,717 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ચાન્સ મળ્યો અને ગોલ્ડન ડક મળ્યુ

Next Article