Team India: જે કોચની કાર્યપદ્ધતી સામે વાંધો હતો, એની સાથે જ હવે વિરાટ કોહલીએ ટીમનો ‘હિસ્સો’ રહેવુ પડશે!

વર્ષ 2016માં અનિલ કુંબલે (Anil Kumble) વર્ષ 2016માં ટીમ ઇન્ડીયા (Team India) ના હેડ કોચ બનાવાયા હતા. જોકે વિરાટ કોહલીને તેમની કાર્યપદ્ધતી માફક આવી રહી હોતી અને બંને વચ્ચેની અણબન દરમ્યાન જ કુંબલેએ 2017માં કોચ પદ થી રાજીનામુ આપ્યુ હતુ.

Team India: જે કોચની કાર્યપદ્ધતી સામે વાંધો હતો, એની સાથે જ હવે વિરાટ કોહલીએ ટીમનો હિસ્સો રહેવુ પડશે!
Virat Kohli-Anil Kumble
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:04 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેમ્પમાંથી એક પછી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા વિરાટ કોહલી (Virat Kohli) એ T20 ની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી અને હવે અનિલ કુંબલે (Anil Kumble) ના કોચ બનવાની રેસમાં આગળ વધી રહ્યા છે. હા, એવા સમાચાર છે કે ટીમ ઇન્ડીયામાં રવિ શાસ્ત્રી (Ravi Shastri) ની જગ્યાએ અનિલ કુંબલે મુખ્ય કોચ (Head Coach) બની શકે છે. જો આવું થાય તો ટીમ ઇન્ડીયાના કોચની ખુરશી પર અનિલ કુંબલેનો આ બીજો કાર્યકાળ હશે.

ટીમ ઇન્ડીયાના વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થાય છે. તેથી, BCCI એ આ તમામ વિકલ્પોની શોધખોળ શરૂ કરી છે. અને, આ એપિસોડમાં, મીડિચા રિપોર્ટનુસા, તે અનિલ કુંબલેને મુખ્ય કોચ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.

આ પહેલા અનિલ કુંબલેને વર્ષ 2016 માં ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, પછી તેણે કેપ્ટન વિરાટ કોહલી સાથે અણબન ને કારણે વર્ષ 2017 માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. હાલમાં, BCCI એ એમએસ ધોની (MS Dhoni) ને T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ટીમ મેંટર તરીકે પસંદ કર્યો છે. પરંતુ બોર્ડ આ પગલુ ભર્યાના સપ્તાહ બાદ વિરાટ કોહલીએ T20 ની કેપ્ટનશીપ છોડવાની ઘોષણા કરી દીધી હતી.

કુંબલે 4 વર્ષ પહેલા મુખ્ય કોચ બન્યા હતા

વર્ષ 2017 માં અનિલ કુંબલેએ મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ રવિ શાસ્ત્રીએ તેમની જગ્યા લીધી હતી. ત્યારબાદ વિરાટે શાસ્ત્રીને ટેકો આપ્યો હતો. પરંતુ હવે જ્યારે શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, ત્યારે રિપોર્ટ અનુસાર, BCCI અનિલ કુંબલેને ફરી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવાના મૂડમાં હોય એમ લાગે છે. આમ પણ BCCI ના વર્તમાન પ્રમુખ ગાંગુલી ઇચ્છતા હતા કે કુંબલે 2017 માં પણ કોચ રહે. 2016 માં કુંબલેના મુખ્ય કોચ બનવાની અસર હતી કે, ટીમ 2017 ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. જો કે જ્યાં ટીમે પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. કુંબલે હાલમાં IPL 2021 માટે UAE માં છે. તે ત્યાં IPL ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સને કોચિંગ આપી રહ્યો છે.

લક્ષ્મણ પણ કોચની રેસમાં સામેલ, જયવર્દને સાથે સંપર્ક

BCCI એ મુખ્ય કોચ માટે અનિલ કુંબલેનો સંપર્ક કર્યો છે. વળી, એક અન્ય સમાચાર અનુસાર, તેમણે વીવીએસ લક્ષ્મણને પણ મુખ્ય કોચ પદ માટે અરજી કરવા માટે કહ્યું છે. એવા અહેવાલો પણ છે કે, અનિલ કુંબલેનો સંપર્ક કરતા પહેલા BCCI એ મુખ્ય કોચ માટે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન માહેલા જયવર્દનેનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, જયવર્દને વિશે કહેવામાં આવે છે કે તેમને માત્ર શ્રીલંકાની ટીમ અને આઈપીએલ ટીમના કોચિંગમાં રસ છે. જયવર્દને હાલમાં IPL માં મુંબઈ ઈન્ડીયન્સનું કોચિંગ કરી રહ્યા છે.

હવે જો અનિલ કુંબલે ટીમ ઇન્ડીયામાં રવિ શાસ્ત્રીનું સ્થાન લેવા માટે સંમત થાય તો તે, સ્થિતિમાં તેને IPL ની ટીમ પંજાબ કિંગ્સ છોડવી પડશે. ખરેખર, BCCI ના બંધારણ મુજબ ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ અન્ય કોઈ ટીમની જવાબદારી લઈ શકતા નથી.

કોહલીને વાંધાનો રાજીનામાં ઉલ્લેખ કર્યો

વર્ષ 2016 માં જ્યારે અનિલ કુંબલે પ્રથમ વખત ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ બન્યા, ત્યારે દરેક લોકો અનુમાન લગાવી રહ્યા હતા. કે આ તે જ જોડી છે, જે ભારતીય ક્રિકેટને દૂર સુધી લઇ જઇ શકે છે. પરંતુ ટૂંક સમયમાં તેમના અણબન ના સમાચાર ચર્ચા બનવા લાગ્યા. ત્યારબાદ કુંબલેએ રાજીનામું આપ્યું હતુ. તેમના રાજીનામામાં, તેમણે કહ્યું કે તેમને આશ્ચર્ય થયું કે, કોહલીને તેમની કામ કરવાની રીત સામે વાંધો હતો. કુંબલેએ રાજીનામામાં એ પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, બીસીસીઆઈએ કોહલી અને તેમની વચ્ચેની મૂંઝવણ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.

 

આ પણ વાંચોઃ PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય