
Axar Patel Finger Injury : ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરી 48 રનથી જીત મેળવી છે. બંન્ને ટીમ વચ્ચે આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી પરંતુ આ જીત વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલને મેચ દરમિયાન આંગળીમાં ઈજા થઈ છે. જેના કારણે તે મેદાન છોડી બહાર ચાલ્યો ગયો હતો.
આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી 238 રન બનાવ્યા હતા પરંતુ ન્યુઝીલેન્ડને રન ચેન્જ દરમિયાન અક્ષર પટેલને ઈજાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે આ મેચમાં ગ્લેન ફિલિપ્સની મહત્વની વિકેટ લીધી હતી. પરંતુ ત્યારબાદ પોતાની બોલિંગ પર ડેરિલ મિચેલનો એક શોર્ટ પકડવા જતાં ઈજા થઈ હતી. આ ઘટના ઈનિગ્સની 16મી ઓવરમાં થઈ હતી.બોલ તેની ડાબી તર્જની આંગળીના છેડા પર વાગ્યો, જેના કારણે તેની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું અને અક્ષર તરત જ મેદાન છોડીને ચાલ્યો ગયો.
ફિઝિયોએ તપાસ બાદ અક્ષર પટેલ મેચમાં પરત ફરી શક્યો નહી. તેની ઓવરના બાકીના બોલ અભિષેક શર્માએ નાંખ્યા હતા. પરંતુ આ ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટું ટેન્શન છે. ખાસ કરીને ટી20 વર્લ્ડકપ 2026ની તૈયારીઓને જઈ અક્ષર પટેલ ટીમનો મહત્વનો સ્પિન ઓલરાઉન્ડર છે. જે બેટિંગ અને બોલિંગ બંન્નેમાં માસ્ટર છે. આ સાથે સાથે તે ભારતીય ટી20 ટીમનો વાઈસકેપ્ટન છે.
અક્ષર પટેલની ઈજાએ ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો વધી ગયો છે. સીરીઝની આગામી મેચમાં તેની હાજરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અક્ષર પટેલની ઈજા પર હજુ કોઈ અપટેડ સામે આવ્યું નથી. અક્ષર પટેલે આ મેચમાં કુલ 3.3 ઓવર બોલિંગ અને 42 રન આપી એક વિકેટ હાંસલ કરી છે. આ પહેલા બેટિંગમાં 5 બોલમાં 5 રન બનાવ્યા હતા.આ સાથે, ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.