Team India: ટીમ ઇન્ડીયાના હેડ કોચની ભૂમિકા ક્યાં સુધી નિભાવશે એ વાત પર આખરે રવિ શાસ્ત્રી એ પાડ્યો ફોડ, કહ્યુ આમ

|

Sep 18, 2021 | 1:02 PM

રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ મોટા પેકેજ સાથે ટીમ ઇન્ડીયા (Team India) ના મુખ્ય કોચની જવાબદારી સંભાળવામાં રસ કેમ ન લીધો? તેમણે આનો જવાબ મીડિયા રિપોર્ટસ મુજબ આપેલા ઇન્ટરવ્યૂમાં આપ્યો છે.

Team India: ટીમ ઇન્ડીયાના હેડ કોચની ભૂમિકા ક્યાં સુધી નિભાવશે એ વાત પર આખરે રવિ શાસ્ત્રી એ પાડ્યો ફોડ, કહ્યુ આમ
Ravi Shastri

Follow us on

BCCI એ ટીમ ઈન્ડીયા (Team India) માં રવિ શાસ્ત્રી (Ravi Shastri) ના સ્થાન માટે કસરત શરૂ કરી છે. કારણ કે ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ નવા કોચની શોધમાં એટલા માટે વ્યસ્ત છે, કે રવિ શાસ્ત્રીએ ફરીથી પદ સંભાળવામાં રસ દાખવ્યો નથી. મતલબ એ થયો કે ટી ​​20 વર્લ્ડ કપ (T20 World Cup) એટલે કે જ્યાં સુધી તેનો કરાર હતો.

કોચ તરીકે રવિ શાસ્ત્રીનો ટીમ ઈન્ડીયા સાથે આ તેમનુ છેલ્લુ અસાઇન્મેન્ટ હશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે રવિ શાસ્ત્રીએ મોટા પેકેજ ધરાવતી ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળવામાં રસ કેમ ન લીધો? તો તેણે આ જવાબ મીડિયા રીપોર્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં આપ્યો છે.

રવિ શાસ્ત્રીએ મીડિયા રિપોર્ટનુસાર એક વાતચીતમાં ફરી મુખ્ય કોચ ન બનવાના સૌથી મોટા અને સચોટ કારણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મને લાગે છે કે ટી ​​20 વર્લ્ડ કપ મારા માટે અલવિદા કહેવાનો યોગ્ય સમય હશે. મારે જે જોઈએ તે બધું મેં પ્રાપ્ત કર્યું છે. અમે 5 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન હતા. બે વખત ઓસ્ટ્રેલિયામાં જીત મેળવી, ઈંગ્લેન્ડમાં જીત મેળવી. મેં માઇક અર્થટન ને કહ્યું, કોરોના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જ ઓસ્ટ્રેલિયાને હરાવવું અને ઇંગ્લેન્ડમાં જીતવું મારા માટે અદભૂત સફળતા છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં અમે 2-1 થી આગળ હતા. ઓવલ અને લોર્ડ્સમાં અમે જે રીતે રમ્યા તે પણ આશ્ચર્યજનક હતું.

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

અપેક્ષાઓ કરતાં વધુ મળ્યું, બીજું શું જોઈએઃ શાસ્ત્રી

શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, અમે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પણ વિશ્વના તમામ દેશોને હરાવ્યા છે. હવે જો અમે T20 વર્લ્ડ કપ જીતીએ, તો તે આપણા માટે સોના પર સુગંધ જેવુ હશે. આનાથી વધુ શું જોઈએ. મને લાગે છે કે હું ટીમ પાસેથી જે ઇચ્છતો હતો તેના કરતા વધારે પ્રાપ્ત કર્યું છે. કોરોનાના સમયમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવવું અને ઈંગ્લેન્ડમાં જીતવું એ ભારતીય ક્રિકેટના છેલ્લા 4 દાયકાની સૌથી અદ્ભુત ક્ષણો છે.

શાસ્ત્રીએ તેમના વિદાયના સમાચારની પુષ્ટિ કરી, પરંતુ તેમનું સ્થાન કોણ લેશે?

ટીમ ઈન્ડિયા સાથે પોતાની સિદ્ધિઓ જણાવતા રવિ શાસ્ત્રીએ હવે મુખ્ય કોચ પદ પરથી તેમના વિદાયના સમાચારની પુષ્ટિ કરી દીધી છે. હવે તેમની જગ્યા કોણ લેશે, તે તો બાદમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે સમાચાર છે કે BCCI શાસ્ત્રીના પદ માટે અનિલ કુંબલેના સંપર્કમાં છે. અન્ય એક અહેવાલ મુજબ, તેમણે વીવીએસ લક્ષ્મણને કોચ પદ માટે અરજી કરવા માટે પણ કહ્યું છે. આ દરમ્યાન, એવા પણ સમાચાર છે કે, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્દનેનો પણ BCCI દ્વારા ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, જયવર્દને તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.

 

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય

 

આ પણ વાંચોઃ PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ

 

Next Article