
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ પૂર્ણ થઈ ચૂકી છે. હવે ટી20 સીરિઝ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ 21 જાન્યુઆરીથી શરુ થવાની છે. પહેલી ટી20 મેચ નાગપુરમાં રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નાગપુર પહોંચી ચૂક્યા છે જે વનડે સીરિઝનો ભાગ ન હતા. ટી20 સીરિઝની ટ્રેનિંગમાંથી સમય કાઢી વાધને જોવા જંગલમાં પહોંચ્યા હતા.
નાગપુર માત્ર ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 સીરિઝની પહેલી મેચનું વેન્યુ નથી પરંતુ આ શહેર વાઘ માટે પણ ફેમસ છે. આ શહેરને ભારતનું ટાઈગર કેપિટલ કહેવામાં આવે છે. આ એટલા માટે કારણ કે, અહી ખુબ મોટી સંખ્યામાં ટાઈગર રિઝર્વ છે.આ ટી20 સીરિઝ વર્ષની પહેલી ટી20 સીરિઝ હશે. આ સાથે ટી20 વર્લ્ડકપ 2026 પહેલા ભારત અને ન્યુઝીલેન્ડ બંન્ને ટીમની છેલ્લી તૈયારી હશે.
Team India’s Jungle Safari and camping before T20I series #IshanKishan #INDvsNZ pic.twitter.com/9186tpleaS
— Ayush Cricket (@AyushCricket32) January 19, 2026
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની પહેલી મેચ માટે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ નાગપુર પહોંચી ચૂક્યા છે. ત્યાંથી તેઓ વાધને જોવા માટે ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા. જેમાં ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ સિવાય ઈશાન કિશન, સંજુ સેમસન,રવિબિશ્નોઈ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ પણ સામેલ છે. આ તમામ ખેલાડીઓ ખુલ્લી જીપમાં ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા.જંગલમાં ચાલતા પણ જોવા મળ્યા હતા.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝ જે ODI સીરિઝ કરતાં વધુ મહત્વપૂર્ણ છે,T20 વર્લ્ડ કપ 2026 પહેલા યોજાનારી આ સીરિઝ બંને ટીમો માટે તૈયારીની એક મોટી તક છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ટી20 સીરિઝની મેચ રમાશે. પહેલી ટી20 મેચ નાગપુરમાં રમાશે. ત્યારબાદ 4 મેચ રાયપુર,ગુવાહાટી, વાઈઝેંગ અને તિરુવનંતપુરમમાં રમાશે. રાયપુરમાં બીજી ટી20 23 જાન્યુઆરીના રોજ રમાશે. 25 જાન્યુઆરીના રોજ ત્રીજી ટી 20 મેચ,ચોથી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ જ્યારે 31 જાન્યુઆરીના રોજ 5મી ટી20 મેચ રમાશે.
ટી20 માટે ભારતીય ટીમ જોઈએ તો. સૂર્યકુમાર યાદવ,અભિષેક શર્મા, સંજુ સેમસન,શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ,જસપ્રિત બુમરાહ,હર્ષિત રાણા, કુલદીપ યાદવ,વરુણ ચક્રવર્તી,ઈશાન કિશન,રવિ બિશ્નોઈ અને રિંકુ સિંહ