World Cup 2023: વર્લ્ડ કપ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા-દ્રવિડ-અગરકરની સૌથી મોટી કસોટી

|

Sep 03, 2023 | 10:55 AM

વર્લ્ડ કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી શકે છે. એ નિશ્ચિત છે કે વર્લ્ડ કપની ટીમ એશિયા કપની ટીમથી બહુ અલગ નહીં હોય. એશિયા કપની વર્તમાન ટીમમાંથી કેટલાક ખેલાડીઓના નામ બહાર કરવામાં આવશે. સવાલ એ છે કે શું કોઈ ખેલાડીનું નામ જોડવામાં આવશે? એવી પણ ચર્ચા છે કે BCCI ટીમની જાહેરાત કરવા માટે 5 સપ્ટેમ્બર સુધી રાહ જોઈ શકે છે.

World Cup 2023: વર્લ્ડ કપ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા-દ્રવિડ-અગરકરની સૌથી મોટી કસોટી
World Cup Team India

Follow us on

કરોડો ક્રિકેટ ચાહકોની આતુરતાનો આજે અંત આવી શકે છે. આજે BCCI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. જો બધુ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ થશે, તો આજે ગમે ત્યારે બીસીસીઆઈ (BCCI) દ્વારા ઈમેલ દ્વારા પ્રેસ રિલીઝ મોકલવામાં આવશે. તેનું એક મોટું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCમાં ટીમ મોકલવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે.

ટીમમાં 15 સિવાય 3 રિઝર્વ ખેલાડીઓ હશે?

જોકે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે BCCI ટીમની જાહેરાત કરવા માટે 5 સપ્ટેમ્બર સુધી રાહ જોશે. જો કે, હાલ BCCIએ માત્ર ‘પ્રારંભિક’ ટીમની જાહેરાત કરવાની છે. જેમાં 15 ખેલાડીઓની સાથે 3 રિઝર્વ ખેલાડીઓ પણ હોઈ શકે છે. પરંતુ અંતિમ 15 ખેલાડીઓના નામ 27 સપ્ટેમ્બરે આપવાના રહેશે. ત્યાર બાદ ખેલાડીઓના નામમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. જો કોઈ ફેરફાર કરવો હોય તો પણ તેને ICC ટેકનિકલ કમિટીની મંજૂરી લેવી પડશે. આ નિયમો 2013 વર્લ્ડ કપમાં રમનારી તમામ ટીમો માટે સમાન છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહેલાથી જ તેમની ‘પ્રારંભિક’ ટીમોની જાહેરાત કરી ચૂક્યા છે.

હજી ટીમ સિલેક્શનને લઈ અનેક સવાલો ઊભા છે

ભારતીય ટીમ મેનેજમેન્ટ જાહેરાતમાં વિલંબ કરી રહ્યું છે કારણ કે તે કેટલાક પ્રશ્નોના જવાબો શોધી રહ્યું હતું. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ સુધી રાહ જોવાઈ રહી હતી કે કદાચ કેટલાક જવાબો મળી જશે. જેમાં પણ જવાબો મળ્યા નહોતા કારણ કે ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. ભારતના ટોચના 4 બેટ્સમેન 66 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને શુભમન ગિલ સામેલ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

એ વાત 100 ટકા સાચી છે કે તમે આ ચાર ખેલાડીઓને ટીમમાંથી દૂર પણ નહીં કરી શકો. તે આવનારી મેચોમાં રન બનાવશે. પરંતુ પ્રશ્નો અલગ છે – પ્રશ્ન એ છે કે શું તમે આ ખેલાડીઓને તેમના પરંપરાગત ક્રમમાં રાખશો અથવા તમારા મગજમાં હજુ પણ કેટલાક ફેરબદલ ચાલી રહ્યા છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ જવાબ આપી શકે છે કે ખેલાડીઓ એ જ રહેશે પરંતુ મેચના આધારે તેમની ભૂમિકા બદલાઈ શકે છે. હાલ ટીમ મેનેજમેન્ટમાં વિચારો અને વ્યૂહરચનામાં સ્પષ્ટતા નથી. કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન તરીકે, રોહિત શર્માએ કાં તો લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનની થિયરીનું સમર્થન કરવું પડશે અથવા તેને મનમાંથી કાઢી નાખવું પડશે.

ચાર નંબરની સમસ્યા પણ હજી ઉકેલાઈ નથી. 2019 માં પણ આ જ માથાનો દુખાવો હતો. 2023માં પણ આ સવાલનો જવાબ નથી મળી રહ્યો. આ સિવાય કેએલ રાહુલ બે મેચ બાદ કેટલો ફિટ થશે તે કોઈ જાણતું નથી. કોઈપણ મોટો ખેલાડી ફિટ થઈને પાછો ફરે તો કેપ્ટન રાહતનો શ્વાસ લે છે, પરંતુ શ્રેયસ અય્યર જે રીતે પાકિસ્તાન સામે આઉટ થયો તેનાથી ‘ટેન્શન’ વધી ગયું છે.

રોહિત-દ્રવિડ-અગરકરની સૌથી મોટી કસોટી

ભારતીય કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર માટે વર્લ્ડ કપ માટે ચેમ્પિયન ટીમનું સિલેક્શન કરવાની જવાબદારી છે. તેઓ પણ એ જ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે જેનો સામાન્ય ક્રિકેટ ચાહકો સામનો કરી રહ્યા છે પરંતુ તેમની જવાબદારીઓ મોટી છે. તેમને વિકલ્પો શોધવા પડશે. સ્ટાર ખેલાડીઓના નામ પર જ વિશ્વાસ કરવો તેમની મજબૂરી છે. સાથે જ કેએલ રાહુલની ફિટનેસ પણ મોટી સમસ્યા છે.

થોડા અઠવાડિયા પહેલા BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે મેચ ફિટનેસ વિના કોઈ પણ ખેલાડીને વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવશે નહીં. પરંતુ હવે સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે. આટલો મોટો નિર્ણય ભાગ્યે જ લેવો જોઈએ કે કેએલ રાહુલની જગ્યાએ તિલક વર્માને ટીમમાં સામેલ કરવામાં આવે. તેથી સૌથી વધુ સંભાવના એ છે કે તમે વર્તમાન એશિયા કપની ટીમમાંથી તિલક વર્મા, સંજુ સેમસન અને પ્રસિદ્ધ કૃષ્ણાને ડ્રોપ કરવામાં આવશે.

બાકીના 15 ખેલાડીઓ 2023 વર્લ્ડ કપ માટે ‘પ્રારંભિક’ ટીમનો ભાગ હશે. આ 15 ખેલાડીઓ હશે- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો : IND vs PAK: કોહલી-રોહિતની નિષ્ફળતાનો ફાયદો ઉઠાવી ટીમ ઈન્ડિયાને રદ થયેલી મેચમાં સમસ્યાનો ઉકેલ મળ્યો

ટીમની સૌથી મોટી નબળાઈ શું છે?

આ 15 ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર જેવા નામો છે પરંતુ 1983, 2007 કે 2003ની સરખામણીએ ઓલરાઉન્ડરના માપદંડમાં આ નામ થોડા નબળા છે. 1983, 2007 અને 2003 વિશ્વ કપમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારત 1983 અને 2007માં ચેમ્પિયન બન્યું હતું જ્યારે 2003માં ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. બંને ટીમોમાં ઓલરાઉન્ડરો વધુ ભરોસાપાત્ર હતા. બીજો મોટો મુદ્દો રોહિત શર્માની કેપ્ટન્સી અને રાહુલ દ્રવિડની કોચિંગ સાથે સંબંધિત છે.

સામાન્ય રીતે, વિશ્વ કપ જેવી સૌથી મોટી ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનને ટીમને તૈયાર કરવા માટે વધુ સમય મળે છે. રોહિત શર્મા પાસે આ સમય નથી. લગભગ દોઢ વર્ષની કપ્તાની બાદ જ તેણે વર્લ્ડ કપમાં પોતાની દાવેદારી દાખવવાની છે. તે ચોક્કસપણે IPLનો સૌથી સફળ કેપ્ટન છે પરંતુ IPL અને વર્લ્ડ કપ વચ્ચેનો તફાવત બધા જાણે છે.

રોહિત શર્મા વર્લ્ડ કપમાં ટીમને કેટલી હદ સુધી લઈ જાય છે તેના પરથી તેની કારકિર્દી અને મર્યાદિત ઓવરમાં કેપ્ટનશીપ બંને નક્કી થશે. આ જ વાત કોચ તરીકે રાહુલ દ્રવિડને પણ લાગુ પડે છે. અજીત અગરકર મુખ્ય પસંદગીકાર તરીકે હજુ નવા છે. આ ત્રણેયની અંતિમ કસોટી વર્લ્ડકપ ટીમની જાહેરાત સાથે શરૂ થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article