ભલે ભારતીય ક્રિકેટ ટીમ અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોય, પરંતુ તેના ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું તેમાં કોઈ શંકા નથી. આ શાનદાર પ્રદર્શન બાદ ICCએ ખેલાડીઓને એક મોટી અને અમૂલ્ય ભેટ આપી છે.
ICCએ સોમવારે અન્ડર-19 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી હતી, જેમાં કુલ 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમમાં ભારતના ચાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદય સહારન, ઓલરાઉન્ડર મુશિર ખાન, બેટ્સમેન સચિન ધાસ અને ડાબોડી સ્પિનર સૌમ્યા પાંડેને ICCની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હ્યુગ વેગનને ટુર્નામેન્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમની પસંદગી મીડિયા, બ્રોડકાસ્ટર્સ અને ICC પ્રતિનિધિઓની પેનલ દ્વારા કરવામાં આવી હતી.
Heroes of the #U19WorldCup 2024
Tournament finalists dominate the Team of the Tournament https://t.co/WqABqdP5HJ
— ICC Cricket World Cup (@cricketworldcup) February 12, 2024
મોટી વાત એ છે કે આ ટીમમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના માત્ર 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાના બે, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનના એક-એક ખેલાડીને સ્થાન મળ્યું છે.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ઉદય સહારન ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે 7 ઈનિંગમાં 56થી વધુની એવરેજથી 397 રન બનાવ્યા. સહારનના બેટમાંથી એક સદી અને ત્રણ અડધી સદી આવી હતી. મુશીર ખાને પણ શાનદાર બેટિંગ કરી અને 60ની એવરેજથી 360 રન બનાવ્યા. આ ખેલાડીએ બે સદી ફટકારી હતી.
મિડલ ઓર્ડર બેટ્સમેન સચિન ધાસે પણ 7 મેચમાં 60થી વધુની એવરેજથી 303 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 116થી વધુ હતો. આ સિવાય સચિન ધાસે પણ એક સદી અને અડધી સદી ફટકારી હતી. સૌમ્યા પાંડેએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ 7 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ પણ માત્ર 2.68 રન પ્રતિ ઓવર હતો.
લુઆન ડી પ્રિટોરિયસ, હેરી ડિક્સન, મુશીર ખાન, હ્યુગ વેબગન, ઉદય સહારન, સચિન ધાસ, નાથન એડવર્ડ્સ, કેલમ વિડલર, ઉબેદ શાહ, ક્વેના માફાકા, સૌમ્ય પાંડે, જેમી ડંક (12મો ખેલાડી).
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રાજકોટ ટેસ્ટમાંથી વધુ એક સ્ટાર ખેલાડી બહાર, 8 મેચમાં 5 સદી ફટકારનારને મળ્યું સ્થાન