
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓની હજુ સુધી જાહેરાત થઈ નથી. પરંતુ, તેમના ટ્રાવેલને સંબંધિત માહિતી સામે આવી છે. અહેવાલ છે કે ટીમ ઈન્ડિયાને બે જૂથોમાં વહેંચવામાં આવશે અને T20 વર્લ્ડ કપ 2024માં રમવા માટે રવાના થશે. આમાં, પ્રથમ જૂથ IPL 2024 ના મધ્યમાં અમેરિકા માટે રવાના થશે. જ્યારે બીજું જૂથ IPL સમાપ્ત થયા પછી જઈ શકે છે. પ્રથમ જૂથમાં એવા ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે જેમની ટીમ IPL 2024ના પ્લે-ઓફમાં પહોંચી નથી. બીજા જૂથમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ટીમોના ખેલાડીઓ હશે.
T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે, જેમાં ભારત 7 જૂનથી તેના અભિયાનની શરૂઆત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI આ ICC ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને બે ગ્રુપમાં મોકલવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાનું પહેલું ગ્રુપ 21 મેના રોજ રવાના થઈ શકે, જ્યારે ટીમ ઈન્ડિયાનું બીજું ગ્રુપ 27 મેના રોજ ન્યૂયોર્ક પહોંચી શકે છે. આ જૂથમાં એવા ખેલાડીઓ હશે જેમની ટીમો IPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ રમાશે.
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતવા માટે મોટા દાવેદારોમાં સામેલ છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ ન્યૂયોર્ક પહોંચ્યા બાદ ત્યાંના વાતાવરણને અનુરૂપ થવાનો પ્રયાસ કરશે. ત્યાંના હવામાનની પેટર્ન સાથે તાલમેલ સાધવો પડશે. આ સિવાય લગભગ બે મહિના સુધી અલગ-અલગ ટીમોમાં રમ્યા બાદ ટીમ ઈન્ડિયામાં પસંદ થનારા ખેલાડીઓ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એકબીજાની સાથે ફરી કનેક્શન બનાવવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો : IPL 2024 : શાહરૂખ ખાનના દીકરાને બોલિંગ કરતો જોઈ , ચાહકોએ કેકેઆર તરફથી ડેબ્યુ કરાવવાની માંગ કરી