WTC Final: રોહિત શર્માએ શરૂ કરી તૈયારી, નેટ્સમાં પ્રેક્ટિસનો Video જોઈ ઓસ્ટ્રેલિયાની હાલત થશે ખરાબ

|

May 31, 2023 | 4:10 PM

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા WTC Final માટે ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે અને ટીમ સાથે જોડાઈને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જેનો video સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમની હાલત ખરાબ થઈ જશે.

WTC Final: રોહિત શર્માએ શરૂ કરી તૈયારી, નેટ્સમાં પ્રેક્ટિસનો Video જોઈ ઓસ્ટ્રેલિયાની હાલત થશે ખરાબ
rohit sharma start practice in england
Image Credit source: google

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન સમાપ્ત થઈ ગઈ છે અને હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમના કેટલાય ખેલાડીઓ એક સપ્તાહથી ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હવે કેપ્ટન રોહિત શર્મા પણ WTCની ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે.

રોહિતે ટ્વિટ કરીને કર્યું ‘શંખનાદ’!

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે લંડન પહોંચતા જ રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ ગયો હતો અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. લંડન પહોંચતા જ કપ્તાને એક ટ્વિટ કરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલનો ‘શંખનાદ’ ફૂંક્યો હતો. રોહિત શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો સમય આવી ગયો છે. આ પછી તે પોતાની પ્રેક્ટિસમાં જોડાયો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પણ વાંચો :સચિન અને વિરાટ કોહલી સાથેની તુલના પર Shubman Gill કરી મોટી વાત , જુઓ Video

રોહિત શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટીમ સાથે પ્રેક્ટિસના બે ફોટો શેર કર્યા હતા. BCCIએ પણ ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર રોહિતનો ટીમ સાથે પ્રેક્ટિસમાં જોડાયા બાદનો ફોટો શેર કર્યો હતો, સાથે જ BCCIએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડમાં હાલ ઠંડુ વાતાવરણ છે, એવામાં ખેલાડીઓ જેકેટ્સ અને ફૂલ સ્લીવ ટી-શર્ટમાં નજરે ચઢ્યા હતા, છતાં ખેલાડીઓનું મનોબળ મજબૂત લાગી રહ્યું છે, તેમ પણ કેપ્ટન ટીમ સાથે જોડાઈ જતાં હવે ટીમ ઈન્ડિયાની તૈયારીઓમાં વધુ જોશ આવ્યો છે.

નેટમાં શાર્પ શોટ્સ ઘણું કહી જાય છે!

રોહિત શર્માએ ટ્વિટ કર્યા બાદ નેટસમાં હાથ ખોલવાનું શરૂ કરી દીધું હતું અને ઝડપથી પેડ-ગ્લોવ્સ પહેરી નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરવાની શરૂ કર્યું હતું, ત્યારબાદ જે તસવીરો સામે આવી તેમાં ટેસ્ટ ક્રિકેટની ઝલક જોવા મળી હતી. સ્ટ્રેટ ડ્રાઈવ, કવર ડ્રાઈવ, ડિફેન્સ અને ફોરવર્ડ ડિફેન્સ સહિત રોહિત નેટસમાં મજબૂત શોર્ટસ રમ્યા હતા અને પ્રેક્ટિસ દરમિયાન રોહિત વધુ ફ્રેશ અને ફિટ લાગી રહી હતો. સાથે જ રોહિતના શોટ્સમાં વધુ શાર્પનેસ દેખાતી હતી .

રોહિતના શોર્ટસ ઓસ્ટ્રેલિયાની ઊંઘ હરામ કરશે

રોહિત શર્મા જે રીતે નેટસમાં બોલરોનો સામનો કરી રહ્યો હતો અને જે પ્રકારે શોર્ટસ રમી રહ્યો હતો તેને જોઈ ઓસ્ટ્રેલિયન બોલરોની હાલત ચોક્કસથી ખરાબ થવાની છે. રોહિત નેટસમાં વધુ સારી રીતે બેટિંગ કરી રહ્યો હતો અને છે અને ચપડતાથી શોર્ટસ ફટકારી રહ્યો હતો. જેમના મનમાં પ્રશ્ન છે કે ટીમ ઈન્ડિયા T20 મોડમાંથી ટેસ્ટ મોડમાં કેવી રીતે પરત ફરશે તેમને રોહિતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

7 જૂનથી WTC ફાઈનલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડમાં રમાશે. ટીમ ઈન્ડિયાની આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હશે, જ્યારે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં પહેલીવાર આ ફાઈનલ રમશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે આ તેની પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article