
એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને વિજય અપાવનાર શિવમ દુબેએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. એક પ્રેક્ટિસ મેચમાં મુંબઈ તરફથી રમતા શિવમ દુબેએ મહારાષ્ટ્રના બોલરોને જોરદાર ફટકાર્યા હતા. પોતાની આક્રમક બેટિંગથી શિવમ દુબેએ ધમાલ મચાવી હતી.
શિવમ દુબેએ માત્ર 62 બોલમાં 100 રન બનાવીને પોતાની સદી પૂરી કરી હતી. શિવમ દુબેએ પોતાની ઈનિંગમાં નવ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, પરંતુ અનિર્ણિત મેચમાં દુબેની હિટિંગની ખૂબ ચર્ચા થઈ હતી.
પુણેમાં મહારાષ્ટ્ર અને મુંબઈની ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઓલરાઉન્ડર શિવમ દુબે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો અને તેણે આક્રમક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. મુંબઈના ઓપનર અંગક્રિશ રઘુવંશી 27 અને આકાશ આનંદ માત્ર 5 રન બનાવીને આઉટ થયા જ્યારે હાર્દિક તામોર 24 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો, જે બાદ શિવમ દુબે ક્રીઝ પર આવ્યો.
જલ્દી વિકેટ ગુમાવવા છતાં શિવમ દુબેએ પોતાની આક્રમક બેટિંગ શરુ રાખી હતી. શિવમ દુબેએ લગભગ 160ના સ્ટ્રાઈક રેટથી ધમાકેદાર સદી ફટકારી હતી. શિવમ દુબેએ તેની ઈનિંગ દરમિયાન ડાબા હાથના સ્પિનર હિતેશ વાલુંજની એક ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકાર્યા હતા.
શિવમ દુબેએ પોતાની આક્રમક ઈનિંગમાં મેદાનઅ ચારોતરફ શોટ ફટકાર્યા હતા, શિવમ દુબેએ આ મેચમાં મહારાષ્ટ્રના બોલરોની જોરદાર ધુલાઈ કરી એન મેચમાં કુલ 9 છગ્ગા ફટકાર્યા. શિવમ દુબે એશિયા કપના પોતાના મજબૂત ઓલરાઉન્ડ પ્રદર્શનને ચાલુ રાખ્યું હતું, જે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.
આ મેચમાં પૃથ્વી શોએ પણ શાનદાર સદી ફટકારી હતી. મહારાષ્ટ્ર તરફથી રમતા, શોએ પ્રથમ ઈનિંગમાં 181 રન બનાવ્યા હતા. તેની સાથે અર્શીન કુલકર્ણીએ પણ શાનદાર સદી ફટકારી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 300થી વધુ રનની ભાગીદારી કરી હતી. જોકે, બંને બેટ્સમેન બીજી ઈ નિંગમાં નિષ્ફળ રહ્યા હતા. પૃથ્વી શોએ 22 રન બનાવ્યા હતા, જ્યારે કુલકર્ણી ફક્ત એક જ રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 28 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ