પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ને T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup) પહેલા નવા કોચ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડન (Mathew Hayden) અને દક્ષિણ આફ્રિકાના બોલર વર્નોન ફિલેન્ડર (Vernon Philander) ને કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંનેને આઈસીસી મેન્સ T20 વર્લ્ડકપની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી યુએઈમાં રમાવાની છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ આ માહિતી આપી હતી. રાજાને 13 સપ્ટેમ્બરે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે હેડન અને ફિલાન્ડર બંને પાસે કોચિંગનો અનુભવ નથી. તેના કારણે તેને કોચ બનાવવા પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
Hayden, Philander appointed consultant coaches for ICC Men’s T20 World Cup 2021
More: https://t.co/LAlnf35B0j pic.twitter.com/99VeXPmB7e
— PCB Media (@TheRealPCBMedia) September 13, 2021
અગાઉ મિસબાહ ઉલ હક અને વકાર યુનુસે કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં સકલૈન મુશ્તાક અને અબ્દુલ રઝાકને પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે કોચ બનાવવામાં આવ્યા હતા. મેથ્યુ હેડન 1994 થી 2009 સુધી ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમ્યો અને 276 મેચમાં 15066 રન બનાવ્યા.
તો વળી, ફિલેન્ડરે 2011 થી 2020 સુધી દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું. આ દરમિયાન 101 મેચમાં તેના ખાતામાં 269 વિકેટ આવી. બંને ક્રિકેટરોની ગણતરી ટોચના ખેલાડીઓમાં થાય છે. મેથ્યુ હેડન 2003 અને 2007 માં વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય રહી ચૂક્યા છે.
રમીઝ રાજાએ હેડન અને ફિલેન્ડરની નિમણૂક અંગે કહ્યું કે, ‘મને લાગે છે કે પાકિસ્તાન ટીમને નવી દિશાની જરૂર છે. T20 વર્લ્ડકપ સુધી આ કોચની નિમણૂક કરવામાં આવી છે. આપણે આગળ વધતા પહેલા ગંભીર અભ્યાસ કરવાની જરૂર છે. આ સંદર્ભે, આપણે જોવાનું રહેશે કે અમારા મોડેલને કોણ ફિટ કરે છે. અમારો ઉદ્દેશ આ ટીમને દરેક શક્ય વિકલ્પ આપવાનો છે જેથી પ્રદર્શન સુધરે.